‘વશ લેવલ – 2’ એકંદરે રોમાંચક બની છે, સેકન્ડ હાફમાં વાર્તા અને સ્ક્રીનપ્લે થોડા નબળાં છે !

ગુજરાતી ફિલ્મ જે હવે હિન્દીમાં ડબ થઈ રિલીઝ થયેલી વશ વિવશ લેવલ 2ની પ્રિક્વલ ફિલ્મ તમે નહીં જોઈ હોય, પરંતુ જો તમે અજય દેવગન અને માધવનની ફિલ્મ શૈતાન જોઈ હોય તો આ ફિલ્મની સ્ટોરીથી તમે સારી રીતે વાકેફ છો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ સફળતાથી ઉત્સાહિત થઈને ફિલ્મનાં નિર્માતાઓએ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ પોતાની ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.

અજય દેવગનની ફિલ્મ શૈતાનની વાર્તા જ્યાંથી પૂરી થઈ ત્યાંથી જ ફિલ્મની વાર્તા શરૂ થાય છે. પત્ની અને પુત્રને ગુમાવનાર અથર્વ (હીતુ કનોડિયા) છેલ્લાં 12 વર્ષથી પોતાની પુત્રી આર્ય (જાનકી બોડીવાલા)ના વશમાંથી બહાર આવે તેની રાહ જોઈ રહ્યો હતો.

બીજી તરફ આર્ય સાથે આવી હાલત કરનાર પ્રતાપ (હિતેન કુમાર)ને તેણે કેદ કર્યો છે. એક દિવસ શહેરની એક મોટી સ્કૂલની છત પરથી કેટલીક છોકરીઓ કૂદી પડવાનાં સમાચારથી અથર્વ અચાનક ગભરાઇ જાય છે. ન્યૂઝ ચેનલો પરથી તેમને ખબર પડે છે કે, સ્કૂલની કેટલીક છોકરીઓએ કોઈ અજ્ઞાત શક્તિનાં તાબા હેઠળ શહેરમાં હંગામો મચાવ્યો છે.

તેઓ કહે છે કે પ્રતાપ અંકલ નહીં મળે તો સ્થિતિ વધુ વણસી શકે છે. અથર્વ જ્યારે શાળાએ પહોંચે છે, ત્યારે તેની મુલાકાત પ્રતાપના નાના ભાઈ રાજનાથ (હિતેન કુમાર) સાથે થાય છે, જે આ બધું કરી રહ્યો છે. શું અથર્વ તેની જેમ પ્રતાપના ભાઈને પણ કાબૂ કરી શકશે ? આ જાણવા માટે તમારે સિનેમાઘરોમાં જવું પડશે.

ફિલ્મનાં દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે પોતાની સિક્વલ ફિલ્મમાં એક ફિલ્મની વાર્તાને ખૂબ જ વિલક્ષણ અંદાજમાં આગળ ધપાવી છે. ખાસ કરીને ઇન્ટરવલ પહેલાં તે દર્શકોને ડરાવી દે તેવાં દ્રશ્યોથી ભરેલી છે. પહેલી ફિલ્મમાં જ્યાં એક જ પરિવાર વશિકરણનો શિકાર બન્યો હતો. હવે સેંકડો પરિવારો સહિત સમગ્ર શહેરનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે.

પરંતુ સેકન્ડ હાફમાં સ્ટોરી અને સ્ક્રીનપ્લે થોડા નબળાં પડી જાય છે. આ સાથે જ ફિલ્મનો ક્લાઈમેક્સ પણ એટલો પ્રભાવશાળી નથી બન્યો. માત્ર અઢી કલાકની આ ફિલ્મ અચાનક પૂરી થઈ જાય છે. જોકે, કેટલીક ખામીઓ હોવા છતાં આ ફિલ્મ એકદમ રોમાંચક બની ગઇ છે, જે પોતાની દમદાર સ્ટોરીના કારણે દર્શકોને અંદરથી ડરાવે છે. અભિનયના મોરચે વાત કરીએ તો પાછલી ફિલ્મમાં કેન્દ્રીય ભૂમિકા ભજવનાર જાનકી બોડીવાલા પાસે આ વખતે ખાસ કંઈ કરવાનું નહોતું.

જોકે, હીતુ કનોડિયાએ લાચાર પિતાનાં રોલમાં શાનદાર કામ કર્યું છે. તે પાછલી ફિલ્મની જેમ જ પોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહ્યો છે. સાથે જ હિતેન કુમારે વિલન તરીકે પણ સારું કામ કર્યું છે.

જો તમને સુપરનેચરલ થ્રિલર ફિલ્મોનો શોખ હોય અને તમને શૈતાન ફિલ્મ ગમી હોય તો તમે આ ફિલ્મને પણ જોઈ શકો છો.

  • Related Posts

    સલમાન ખાને કર્યો હતો રણવીર સિંહ અને ફરહાન વચ્ચે સમાધાનનો પ્રયાસ? ચોંકાવનારી હકીકત સામે આવી ગઈ!

    મુંબઈઃ રણવીર સિંહે ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-3’ માંથી અણધારી એક્ઝિટ લઈ લેતા આ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી રણવીર સિંહે આ ફિલ્મ છોડી છે ત્યારથી એની મુશ્કેલીઓમાં વધારો…

    ‘ચાંદમેરા દિલ’ ફિલ્મમાંથી kissing scene કાપાયો, સેન્સર બોર્ડનો નિર્ણય ચર્ચામાં

    બોલિવૂડ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ હાલમાં ચર્ચામાં આવી છે. ફિલ્મના ટ્રેલર અને રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડ દ્વારા તેમાં દર્શાવવામાં આવેલ kissing scene પર કાપ મૂકવામાં આવ્યો છે. માહિતી મુજબ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *