જેઠાલાલ એક એપિસોડના 1.5 લાખથી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

છેલ્લા 18 વર્ષથી ફેન્સના દિલ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો રાજ કરી રહ્યો છે. લાંબા સમય પછી આ શો ફરી એકવાર ટીવી જગતમાં સૌથી વધુ TRP ધરાવતો શો બની ગયો છે.આ શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશી ફ્રેન્સનું જોરદાર મનોરંજન કરે છે અને પોતાની કોમેડીથી બધાનું દિલ જીતી લે છે. પરંતુ તેને અદ્ધર ફી ચૂકવવામાં આવે છે.

દિલીપ જોશીની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડથી કરી હતી. તેમણે સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

દિલીપ જોશીએ 18 વર્ષ પહેલાં ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં જોડાયા અને તેમને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી. મળતી માહિતી મુજબ દિલીપ જોશી દર મહિને શો મા ઘણી કમાણી કરે છે.

શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખથી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. દિલીપ જોશીની કુલ સંપત્તિ લગભગ 47 કરોડ રૂપિયા છે. વર્ષ 2023માં ‘કોઇમોઇ’ના એક રિપોર્ટ મુજબ, છેલ્લા 5 વર્ષમાં જેઠાલાલની કુલ સંપત્તિમાં 135 ટકાનો વધારો થયો છે.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *