નોરા ફતેહીનું એક્સિડેન્ટ, ડેવિડ ગુએટ્ટાના કોન્સર્ટમાં જતી વખતે થયો કાર અકસ્માત, માથામાં ઈજા

બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની કારનો અકસ્માત થયો છે. હકીકતમાં શનિવારે સાંજે નોરા મુંબઇના સેવરીમાં ચાલી રહેલા સનબર્ન ફેસ્ટિવલમાં પ્રખ્યાત ડીજે ડેવિડ ગુએટ્ટા સાથે કોન્સર્ટમાં પરફોર્મ કરવા જઇ રહી હતી. આ દરમિયાન તેની કારનો કસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીની કારને અન્ય દારૂના નશામાં કાર ચાલકે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં નોરા ફતેહીને માથામાં ઈજા થઈ હતી. જોકે, અકસ્માત બાદ તરત જ અભિનેત્રીની ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલના ડોકટરોએ અભિનેત્રીનું સીટી સ્કેન કરાવ્યું હતું અને રક્તસ્રાવને ધ્યાનમાં રાખીને આંતરિક ઇજાઓની સંભાવના વ્યક્ત કરી છે. તો, અંબોલી પોલીસે આરોપી કાર ડ્રાઈવરની અટકાયત કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ પણ આ અંગે એક્સ હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે મુંબઈ પોલીસ તરફથી એક નિવેદન લખ્યું હતું કે, “અભિનેત્રી નોરા ફતેહી મુંબઈમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી, તેની કારને દારૂના નશામાં ડ્રાઈવરે ટક્કર મારી હતી, પરંતુ તેને કોઈ ઈજા થઈ નથી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાની પુષ્ટિ થઈ હતી. નશામાં ધૂત ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

હવે અભિનેત્રીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે ઘણા રિપોર્ટ્સ મુજબ અભિનેત્રીએ નક્કી કર્યું હતું કે તે પૂર્વ-આયોજિત કાર્યક્રમમાં જોડાશે અને તેણે શનિવારે સનબર્ન ફેસ્ટિવલમાં પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. બીજી બાજુ આ કેસની તપાસ ચાલુ છે.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *