તમન્નાએ 6 મિનિટ ડાન્સ માટે રૂ।.6 કરોડ ફી લીધી ?

સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ ઉભી કરનારી તમન્ના ભાટિયા આજકાલ ફિલ્મો કરતાં પોતાનાં ડાન્સને લઈને વધુ ચર્ચામાં છે. ’કવાલા’ અને ’આજ કી રાત’ જેવા ગીતોએ તેને ’આઇટમ સોંગ ક્વીન’ બનાવી દીધી છે. હવે તેની ડાન્સ ફી વિશે એક સમાચાર છે જે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ગોવાની પાર્ટીમાં ડાન્સ ફ્લોર પર તમન્નાએ મચાવી ધુમ.

31 ડિસેમ્બર, 2025 ની રાત્રે, ગોવાના બાગા બીચ પર એક મોટી ન્યૂ યર પાર્ટી યોજાઈ હતી. જેમાં તમન્નાએ પોતાના સુપરહિટ ગીતો પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. તેમના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. આ ફિલ્મમાં પંજાબી સ્ટાર સોનમ બાજવા અને મિલિંદ ગાબાએ પણ અભિનય કર્યો હતો.

1 મિનિટ માટે 1 કરોડ? :-

સૌથી વધુ ચર્ચાની વાત એ છે કે તમન્નાએ આ નાના ડાન્સ માટે કેટલી ફી લીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમન્નાએ માત્ર 6 મિનિટનાં પર્ફોમન્સ માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એટલે કે દરેક મિનિટ માટે 1 કરોડ રૂપિયા! જો કે તમન્ના કે તેની ટીમે આ અંગે કોઇ સત્તાવાર માહિતી આપી નથી.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *