નિષ્ણાંતોએ આપી ચેતવણી : ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન? જાણો સત્ય

જ્યારે પણ આપણે ‘ઉનાળો’ અને ‘હાઇડ્રેશન’ શબ્દો સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં તરબુચ યાદ આવે છે. આ ફળમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે શરીરને જરૂરી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડે છે, સાથે જ તે સ્વાદમાં પણ અદભુત હોય છે. ઘણા લોકોનું માનવું છે કે ફ્રીજમાં રાખેલું તડબૂચ વધુ સ્વાદિષ્ટ અને કડક લાગે છે.

આપણે અવારનવાર ફ્રીજમાંથી સીધું કાઢેલું ઠંડું અને કડક તરબુચ ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે તે સ્વાસ્થ્યને મદદ કરવાને બદલે નુકસાન પહોંચાડી રહ્યું છે. સિનિયર ડાયેટિશિયન ગીતિકા ચોપરા કેટલાક મહત્વના તથ્યો જણાવે છે જે દર્શાવે છે કે ફ્રીજમાંથી સીધું કાઢેલું ઠંડું તરબુચ ખાવું હાનિકારક હોઈ શકે છે.

શા માટે તરબુચને સીધું ફ્રીજમાંથી કાઢીને ન ખાવું જોઈએ?

પાચન પ્રક્રિયા ધીમી પાડે છે : તરબુચ કુદરતી રીતે ઠંડક આપે છે. પણ જ્યારે તમે તેને એકદમ બરફ જેવું ઠંડું ખાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે પાચન ધીમું પડી શકે છે. તેનાથી કેટલાક લોકોમાં પેટ ફૂલવું, પેટની ગડબડ થવી અથવા સામાન્ય પેટમાં દુખાવો થઈ શકે છે. આપણી પાચનતંત્ર સ્થિર તાપમાને શ્રેષ્ઠ રીતે કામ કરે છે, અને ખૂબ ઠંડો ખોરાક તે સંતુલનને બગાડી શકે છે.

પોષક તત્વોનું શોષણ ઘટાડી શકે છે : સંશોધન સૂચવે છે કે તડબૂચને રૂમ ટેમ્પરેચર પર રાખવાથી તેમાં લાયકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ જળવાઈ રહે છે. જ્યારે તેને ખૂબ ઠંડું ખાવામાં આવે છે, ત્યારે શરીરને તેને પચાવવામાં વધુ સમય લાગે છે, જે પોષક તત્વો શોષવાની ક્ષમતા પર અસર કરી શકે છે.ગીતિકા ચોપરા ચેતવણી આપે છે કે ઘણા લોકો તરબુચને ટુકડા કરીને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખે છે. આવું કરવાથી વિટામિન-ઈ જેવા મુખ્ય પોષક તત્વો તો ઘટે જ છે, સાથે બેક્ટેરિયા વધવાનું જોખમ પણ રહે છે.

સાઇનસ અથવા ગળાની સમસ્યાઓ વધારી શકે : ખૂબ ઠંડો ખોરાક નાકના માર્ગમાં સંકોચન ઉભું કરી શકે છે, સાઇનસની સમસ્યા વધારી શકે છે અથવા ગળામાં દુખાવો કરી શકે છે. ખાસ કરીને જે લોકો તાપમાનના અચાનક ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય તેમને વધુ તકલીફ થાય છે.

ઠંડું ફળ થોડા સમય માટે મેટાબોલિઝમ ધીમું કરે છે : ખૂબ ઠંડો ખોરાક ખાવાથી શરીરનાં અંદરના તાપમાનમાં ઘટાડો થાય છે. તેને ફરીથી સંતુલિત કરવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે ટૂંકા સમય માટે પાચન ચયાપચય ધીમું પડી શકે છે.ઉનાળામાં ફળોનો આનંદ લેવો મહત્વપૂર્ણ છે, પરંતુ યાદ રાખો કે ફળો કુદરતી રીતે જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્યના જોખમો ટાળવા અને તેનો પૂરો ફાયદો મેળવવા માટે તેને હંમેશા સામાન્ય તાપમાને જ ખાવા જોઈએ.

  • Related Posts

    ઓછી મલાઈમાંથી પણ વધારે ઘી કાઢવું હોય તો આ સરળ અને કામની રીત અજમાવો

    બજારમાં ઉપલબ્ધ ભેળસેળયુક્ત ઘી ખરીદવા કરતાં ઘરે જાતે ઘી બનાવવું વધુ સારું છે. ભેળસેળયુક્ત ઘીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે. તમારી માહિતી માટે મલાઈમાંથી…

    લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાની ટિપ્સ, હિપેટોલોજિસ્ટએ ઉપાયો સૂચવ્યા

    આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. પાચનને સરળ બનાવવામાં અને ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું લીવરનું સ્વાસ્થ્ય આજે ઘણા લોકોમાં બગડી રહ્યું છે. કેટલાક લોકો હૃદયના સ્વાસ્થ્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *