ચોંકાવનારો ખુલાસો: 25-30 વર્ષની ઉંમરે જ કેમ પડી રહી છે ટાલ?

ઉંમર વધવાની સાથે ટાલ પડવાની સમસ્યા થવી લગભગ સામાન્ય માનવામાં આવે છે. જોકે, જ્યારે આ ઉંમર પહેલાં થાય, તો તેની પાછળ તણાવ, પ્રદૂષણ, ખોડો (ડેન્ડ્રફ), હોર્મોન્સ વગેરે જેવા કારણો જવાબદાર હોઈ શકે છે.સ્ટ્રેસ મેનેજમેન્ટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડાયટ જેવી વસ્તુઓથી ટાલને સમય પહેલાં રોકવામાં મદદ મળી શકે છે. સાથે જ હીટિંગ ટૂલ્સનો ઉપયોગ, હાર્શ કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ, પૂરતી ઊંઘ ન લેવી, વાળને સૂર્યના હાનિકારક કિરણોથી ન બચાવવા જેવી આદતોને પણ છોડવી જરૂરી છે, જેથી વાળ અને માથાની ત્વચા એટલે કે સ્કેલ્પને હેલ્ધી રાખી શકાય.

હેર ફોલના મુખ્ય કારણો

ટાલ એ સ્થિતિ છે, જેમાં વાળ ખર્યા પછી ફરી તે જગ્યા પર નવા વાળની ગ્રોથ થતી નથી. ભારતીય શહેરી વસ્તીના પુરૂષોમાં ઉંમર પહેલાં બાલ્ડનેસની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. તેનું સૌથી પ્રમુખ કારણ જેનેટિક્સ છે.એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં જીન્સ દ્વારા તેનાથી જોડાયેલા ટ્રેટ્સ પાસ થવા. ભારતીય પુરૂષોમાં ટાલ માટે જવાબદાર સૌથી સામાન્ય કારણોની વાત કરીએ તો તેમાં તણાવ, અનહેલ્ધી ડાયટ, ખોડો, હોર્મોનલ બેલેન્સનું બગડવું, હેર ટ્રોમા વગેરે સામેલ છે.આ ઉપરાંત હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો વારંવાર કે વધુ ઉપયોગ, સ્કેલ્પની ઠીકથી સંભાળ ન રાખવી અથવા કોઈ પ્રકારની મેડિકલ કન્ડિશનમાંથી પસાર થવું પણ હેર થીનિંગ, એક્સટ્રીમ હેર ફોલ અને પછી ટાલનું કારણ બની શકે છે.

ટાલથી બચવાના ઉપાયો.

► સ્કેલ્પની સફાઈનું ધ્યાન રાખો.

► વધુ કેમિકલવાળા પ્રોડક્ટ અને ઈલાજથી બચો.

► હીટ સ્ટાઈલિંગને સીમિત રાખો.

► વાળને પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવો.

► સ્ટ્રેસને નિયંત્રિત રાખો.

► વાળ વધુ કસીને ન બાંધો, જોરથી કાંસકી ન કરો, જેથી વાળ ન તૂટે.

► અનહેલ્ધી ફૂડ્સથી દૂર રહો.

► શરીરને હાઈડ્રેટ રાખો.

► પૂરતી ઊંઘ જરૂર લો.

ક્યારે લેવી જોઈએ એક્સપર્ટની મદદ.

♦ સ્કેલ્પ પર વાળની વચ્ચે ખાલી પેચ જોવા મળે.

♦ પાતળા થતા વાળને કારણે સ્કેલ્પની સ્કિન દેખાવા લાગે.

♦ અસામાન્ય હેર ફોલ થવો.

કેવી રીતે થાય છે ઈલાજ

◙ સૌથી પહેલાં ડાયગ્નોસિસનું સ્ટેપ હોય છે, જેમાં સામાન્ય રીતે સ્કેલ્પની તપાસ કરવામાં આવે છે.

◙ દર્દીની મેડિકલ અને ફેમિલી હિસ્ટ્રી વિશે પણ જાણકારી લેવામાં આવે છે.

◙ શરીરમાં પોષક તત્વોની ઉણપ, હોર્મોનલ કે અન્ય મેડિકલ સમસ્યાની જાણકારી મેળવવા માટે સંબંધિત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

◙ રિપોર્ટ્સના આધાર પર ટોપિકલ ટ્રીટમેન્ટ શરૂ કરતા દર્દીને સ્કેલ્પ પર લગાવવાની અને ખાવા માટે પણ દવાઓ આપવામાં આવે છે.

◙ જરૂરિયાત અનુસાર ઈલાજ માટે લેઝર કે પ્લેટલેટ રિચ પ્લાઝ્મા (દર્દીનાં લોહીમાંથી પ્લાઝ્મા કાઢીને સ્કેલ્પમાં ઈન્જેક્ટ કરવા)નો સહારો લેવામાં આવે છે.

◙ ટાલની સ્થિતિ ખૂબ ગંભીર હોય, તો તે સ્થિતિમાં હેર રિસ્ટોરેશનથી જોડાયેલા કોસ્મેટિક પ્રોસિજરની પણ સલાહ આપવામાં આવે છે.

ટાલના લક્ષણો

> વાળ ધીરે ધીરે પાતળાં થવા.

> હેર લાઈનનું કપાળથી પાછળની તરફ જવું.

> કાંસકી કરતી વખતે વધારે વાળ ખરવા.> વાળ ધોતી વખતે અસામાન્ય હેર ફોલ થવો.

> સ્કેલ્પ વચ્ચે વાળ વગરની જગ્યા વધી જવી.આ સ્થિતિઓમાં એક્સપર્ટને જરૂર બતાવો. સમય રહેતાં મેડિકલ સહાય લેવાથી ટાલ પડવાના કારણોની જાણ થાય છે. મેડિકલ ટેસ્ટ અને રિપોર્ટ્સના આધાર પર એક્સપર્ટ યોગ્ય ઉપચાર શરૂ કરે છે. તેની મદદથી ટાલ પડવાની ગતિને અસરકારક રીતે ધીમી કરવામાં મદદ મળી શકે છે.

  • Related Posts

    હાર્ટ એટેકથી બચવા માંગો છો? આ પાંચ પ્રકારના ખોરાક ખાવાનું ટાળો

    ભારતમાં હૃદયરોગ (Heart disease) ના દર ચિંતાજનક દરે વધી રહ્યા છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા 2020 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયોને તેમના વેસ્ટર્ન કરતાં…

    મોડે સુધી જાગતા લોકોમા ભૂલવાની-બિમાર થવાનો ખતરો

    જો તમે મોડી રાત્રે જાગતા રહો છો, તો ઉંમર વધવાની સાથે તમારી માનસિક ક્ષમતા નબળી પડી શકે છે. આવા લોકોને વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ ભ્રંશ થવાનું જોખમ સવારે વહેલા ઉઠનારા લોકોની સરખામણીમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *