નવી દિલ્હી : હસી-ખુશી અને સ્મિત સાથે ભોજન કરવાથી માત્ર આનંદ જ નથી મળતો, પરંતુ તે તમારા વજનને પણ નિયંત્રિત રાખે છે. મિશિગન યુનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભોજન પ્રત્યેનાં આપણાં સંતોષની સીધી અસર શરીર પર પડે છે.નિષ્ણાતોના મતે, જો તમે ભોજન કરતી વખતે એવું વિચારો છો કે તમે સારું ખાઈ રહ્યાં છો, તો તમાં શરીર પણ તેવું જ વર્તન કરે છે. જે લોકો ખુશીથી જમે છે તેમનું મેટાબોલિઝમ પણ વધુ સારું રહે છે. જો મેટાબોલિઝમ સારું રહેશે તો મેદસ્વીપણું વધવાની શક્યતા ઓછી રહેશે.
બીજી બાજુ, જો તમે ખાતી વખતે અપરાધભાવ અનુભવો છો અથવા પોતાની જાતને રોકો છો, તો વજન ઘટાડવું વધુ મુશ્કેલ બની જાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં એક પ્રખ્યાત પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ લોકોને એક જ મિલ્કશેક આપ્યો.કેટલાકને કહેવામાં આવ્યું કે, આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હાઈ કેલરીવાળો છે, જ્યારે બીજા ગ્રુપને કહેવામાં આવ્યું કે આ સ્વસ્થ પણ ઓછી કેલરીવાળો છે. જે લોકોએ આ શેક ખુશી-ખુશી પીધો, તેમના ભૂખ વધારનારા હોર્મોન ‘ગ્રેલિન’માં ઝડપથી ઘટાડો થયો અને તેમને પેટ ભરાયેલું હોવાનો અનુભવ થયો.જ્યારે જેમણે અનિચ્છાએ તેને પીધો, તેમને એટલો સંતોષ ન મળ્યો. એનો અર્થ સ્પષ્ટ છે કે હસી-ખુશીથી ભોજન કરવાથી શરીર જલ્દી સંતુષ્ટ થઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે.
હસવાની આદત બનાવો.
સવારે અરીસામાં તમારી જાતને જોઈને 30 સેકન્ડ સ્મિત કરો.- 10-15 મિનિટ રમુજી વીડિયો અથવા સ્ટેન્ડઅપ કોમેડી સાંભળો.- એવા લોકો સાથે સમય વિતાવો જે તમને હસાવે છે.- ફોનમાં એલર્ટ સેટ કરો જે તમને હસવાનું યાદ અપાવે.
ખુશહાલીમાં ભારત હજુ પણ 116મા સ્થાને
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2026માં ભારત 116મા સ્થાને છે. આ રિપોર્ટમાં દુનિયાનાં 140 થી વધુ દેશોને તેમનાં નાગરિકોની ખુશહાલીના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. ભારતનું આ સ્થાન છેલ્લા કેટલાક વર્ષોથી સતત મધ્યમ સ્તર પર જળવાઈ રહ્યું છે.







