આણંદ: વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના જઘન્ય કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારની પોલીસ સાથે થયેલી અથડામણ બાદ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વાસદમાં બનેલી બાળકીના અપહરણ અને હત્યાની ઘટનામાં બોરસદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ બોચાસણના પરા વિસ્તારમાંથી મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કેસની વધુ તપાસ માટે આરોપીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સોંપવામાં આવ્યો હતો.એલસીબીની ટીમ રાત્રિના સમયે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવવા બોરસદથી વાસદ તરફ લઈ જઈ રહી હતી. તે દરમિયાન કંથારિયા અને આસોદર ગામ વચ્ચે આરોપીએ નશાની હાલતમાં ઉલ્ટી થવાની ફરિયાદ કરતાં પોલીસ વાન રોડની બાજુમાં ઉભી રાખવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ આરોપીને નીચે ઉતારતાં જ તેણે પોતાની પાસે રહેલા ચપ્પાથી અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ જવાન રાજવીરસિંહ અને મહિપાલસિંહ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે હાજર એલસીબીના પીએસઆઈ રાણાએ આરોપીને અનેક વખત ચેતવણી આપી આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું, પરંતુ આરોપીએ હુમલો ચાલુ રાખ્યો હતો. આરોપી વધુ હિંસક બનતા અને પોલીસ પર જીવલેણ હુમલો ચાલુ રાખતાં આત્મરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ગોળી ચલાવી હતી. ગોળી વાગતાં આરોપી સુરેશ વિઠ્ઠલ પરમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટના બાદ આરોપી તેમજ ઇજાગ્રસ્ત બંને પોલીસ જવાનોને તાત્કાલિક કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારનું મોત થયું હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળ્યું છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે કરેલી કાર્યવાહીને લઈને પણ નિયમ મુજબ તપાસ કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે, 19 જૂલાઈ, રવિવારે વાસદ રેલ્વે સ્ટેશનની ટિકિટ બારી નજીક પોતાના પરિવાર સાથે સૂતેલી 4 વર્ષની બાળકીને એક નરાધમ અંધારાનો લાભ લઈને ઉઠાવી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં એક યુવક બાળકીને પોતાની સાથે લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો હતો. ત્યારબાદ બાળકીને રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી, જ્યાં રાત્રિના સમયે ટ્રેન નીચે કચડાઈ જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ નજીકથી બાળકીએ પહેરેલા કપડા પણ મળી આવ્યા હતાં. માહિતી મળતાની સાથે જ વાસદ પોલીસ અને રેલ્વે પોલીસ (GRP/RPF) નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તપાસ માટે FSL ની ટીમ પણ પહોંચી હતી.
બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નરાધમ સુરેશ વિઠ્ઠલ પરમારને ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમ ગઈ કાલે રાત્રિના સમયે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવવા બોરસદથી વાસદ તરફ લઈ જઈ રહી હતી. તે દરમિયાન કંથારિયા અને આસોદર ગામ વચ્ચે નશાની હાલતમાં ઉલ્ટી થવાની ફરિયાદ કરતાં પોલીસ વાન રોડની બાજુમાં ઉભી રાખી હતી અને પોતાની પાસે રહેલા ચપ્પાથી આરોપી સુરેશે અચાનક પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં પોલીસ જવાન રાજવીરસિંહ અને મહિપાલસિંહ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે હાજર એલસીબીના પીએસઆઈ રાણાએ આરોપીને અનેક વખત ચેતવણી આપી આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું, પરંતુ આરોપીએ હુમલો ચાલુ રાખ્યો હતો. આરોપી વધુ હિંસક બનતા અને પોલીસ પર જીવલેણ હુમલો ચાલુ રાખતાં આત્મરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ગોળી ચલાવી હતી. ગોળી વાગતાં આરોપી સુરેશ વિઠ્ઠલ પરમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યું થયું હતું.





