લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાની ટિપ્સ, હિપેટોલોજિસ્ટએ ઉપાયો સૂચવ્યા

આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. પાચનને સરળ બનાવવામાં અને ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું લીવરનું સ્વાસ્થ્ય આજે ઘણા લોકોમાં બગડી રહ્યું છે. કેટલાક લોકો હૃદયના સ્વાસ્થ્ય વિશે વિચારે છે અથવા ભવિષ્યમાં ડાયાબિટીસને રોકવા માટે સાવચેતી રાખે છે. પરંતુ લીવરના સ્વાસ્થ્યની ઘણીવાર અવગણના કરવામાં આવે છે.

ફેનોમ ઇન્ડિયા સીએસઆઇઆર હેલ્થ કોહોર્ટ દ્વારા તાજેતરમાં ‘લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથ ઇસ્ટ એશિયા’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 38.9% પુખ્ત વયના લોકો ફેટી લીવર રોગથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે. અભ્યાસ સૂચવે છે કે ઘણા લોકો પહેલાથી જ ફાઇબ્રોસિસ વિકસાવી ચૂક્યા છે, જે ગંભીર લીવર રોગોની શરૂઆત છે.

બેઠાડુ જીવનશૈલી અને નબળા ડાયટને કારણે ફેટી લીવર જેવા રોગો વધી રહ્યા છે, અહીં જાણો લિવરને સુરક્ષિત રાખવા માટે હેપેટોલોજિસ્ટ ડૉ. સિરિયાક એબી ફિલિપ્સ દ્વારા આપવામાં આવેલી મુખ્ય ટિપ્સ જોઈએ.

લિવરને સ્વસ્થ રાખવાના ઉપાય

આલ્હોકોલ ટાળો : આપણે જાણીએ છીએ કે દારૂ એ લીવરનો સૌથી મોટો દુશ્મન છે. દારૂ પીવાથી લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે અને સિરોસિસ જેવી જીવલેણ પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે. તેથી, લીવરના રોગોને રોકવા માટેનું પ્રથમ પગલું એ છે કે દારૂ સંપૂર્ણપણે છોડી દેવો.

વેઇટ કંટ્રોલ કરો

સ્થૂળતા લીવરમાં બળતરા અને ફેટી લીવર તરફ દોરી શકે છે. સ્વસ્થ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન ઘટાડવાથી લીવરનું કાર્ય સુધારવામાં મદદ મળી શકે છે. દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ કસરત કરો.

બ્લેક કોફીની આદત પાડો

આ વાત નવાઈ પમાડે તેવી લાગે છે, પરંતુ અભ્યાસો સૂચવે છે કે ખાંડ વગરની બ્લેક કોફી લીવર માટે સારી છે. કોફીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ લીવરની બળતરા ઘટાડવામાં અને ફાઇબ્રોસિસને રોકવામાં મદદ કરે છે. દરરોજ બે થી ત્રણ કપ બ્લેક કોફી પીવાથી લીવરનું રક્ષણ થઈ શકે છે.

સુગર અને બેવરેજ ઓછા કરો

સોડા અને કૃત્રિમ રીતે મીઠા કરેલા રસમાં જોવા મળતું ફ્રુક્ટોઝ લીવરમાં ચરબી જમા કરવાનું કારણ બને છે. આવા પીણાંને બદલે પુષ્કળ પાણી પીવાથી લીવર સાફ કરવામાં મદદ મળી શકે છે.

વેક્સીન લેવી

એક્સપર્ટના મતે, દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછું એક વાર હેપેટાઇટિસ બી રસી લેવી જોઈએ અને HBV અને HCV માટે પરીક્ષણ કરાવવું જોઈએ. HBV રસી 95 ટકાથી વધુ ક્રોનિક ચેપ, સિરોસિસ અને લીવર કેન્સરને અટકાવી શકે છે. 8 થી 12 અઠવાડિયામાં 95 ટકાથી વધુ સફળતા દર સાથે હેપેટાઇટિસ સીનો ઇલાજ પણ થઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે આ રોગથી સંક્રમિત મોટાભાગના લોકો તેનાથી વાકેફ નથી.

કસરત લીવરનું રક્ષણ કરે

વજન ઘટાડ્યા પછી પણ કસરત લીવરનું રક્ષણ કરી શકે છે. દર અઠવાડિયે 150 મિનિટ (અથવા 75 મિનિટની જોરદાર કસરત) કસરત કરીને, તમે લીવરમાં ચરબી અને જડતા ઘટાડી શકો છો.

  • Related Posts

    હેલ્થ એલર્ટ: નિયમિત કસરત છતાં કલાકો સુધી બેસી રહેવાથી વધી શકે છે કેન્સરનો ખતરો

    આજના સમયમાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે રોજ સવારે જીમ જાય છે, યોગ કરે છે અથવા વોકિંગ કરે છે. પરંતુ જો દિવસનો મોટો ભાગ 8થી 10 કલાક સુધી સતત ખુરશી…

    સારો મૂડ અને સંતુલિત ભોજન: વજન ઘટાડવાનો સરળ રસ્તો

    નવી દિલ્હી : હસી-ખુશી અને સ્મિત સાથે ભોજન કરવાથી માત્ર આનંદ જ નથી મળતો, પરંતુ તે તમારા વજનને પણ નિયંત્રિત રાખે છે. મિશિગન યુનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભોજન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *