નારી વંદન સપ્તાહ અંતર્ગત વલ્લભ વિદ્યાનગરમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી

આણંદ, 6 ઓગસ્ટ: કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી અને સશક્ત બનવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. બી.એમ. પરમારે મહિલા સશક્તિકરણના મહત્વ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.મહિલાઓને રોજગારી અને સ્વ-રોજગારીની તકો અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર ચેતન મહેતાએ ‘અનુબંધમ પોર્ટલ’ પર નોંધણી પ્રક્રિયા સમજાવી હતી તેમજ 6 નોકરીદાતાઓ દ્વારા 223 ખાલી જગ્યાઓ માટે યોજાનારા ઇન્ટરવ્યૂ અંગે માર્ગદર્શન આપ્યું હતું.લીડ બેંક મેનેજર અલખ નિરંજને RSETI દ્વારા આપવામાં આવતી વિવિધ સ્વ-રોજગારલક્ષી તાલીમ અને ટ્રેડ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન બદલ એજ્યુકેશન કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત વુમન સેલના પ્રોફેસર સાધનાબેન પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જ્યારે અંતે PBSC કાઉન્સેલર શબનમબેન ખલીફાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, DHEW, PBSC, સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ-કર્મચારીઓ, કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીનીઓ તથા મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *