CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, આજ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આજે એટલે કે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પહેલા તેઓ સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને બડે હનુમાનજી મંદિરમાં પણ મુલાકાત લેશે અને પૂજા કરશે.પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પાછા ફરશે.

PM મોદીએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંગમ શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મેળા ‘મહાકુંભ’માં ભાગ લીધો હતો અને પવિત્ર સંગમ નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. પીએમ મોદીએ શાહી સ્નાનની તારીખો પસંદ કરવાને બદલે 5 ફેબ્રુઆરી શા માટે પસંદ કરી હતી.

પોષ પૂર્ણિમા અને બસંત પંચમીનો દિવસ પસંદ કરવાને બદલે વડાપ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરીએ સ્નાન કરવાનો નિર્ણય લીધો કારણ કે આ દિવસે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *