અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ત્રીજા માળની આગ ચોથા માળે પ્રસરી

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગ ધીમે ધીમે ચોથા માળે પણ પ્રસરી હતી. આગના ધૂમાડો 15 માળ સુધી ફેલાયો હતો. આગની ઘટનાની જાણ થતાં રહિશોમાં અફરા તરફી મચી ગઈ હતી.

ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ આગની ગંભીર સ્થિતિને જોતા એક પછી એક ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરનું શું કહેવું છે?

ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેના જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડના 8થી વધારે વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લીધી છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *