અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે આ પરિસ્થિતિ ફક્ત અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ કર્યું છે. જોકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP)ના કંપનીના પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, તેમની પાસે હાલમાં ઓઈલનો સ્ટોક છે અને 24 કલાક પેટ્રોલ-ડીઝલ મળશે.

અમદાવાદના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. કેટલાક વાહનચાલકો આવનારા સમયમાં પેટ્રોલના ભાવ વઘી જશે અથવા પેટ્રોલ નહીં મળે તેવા ડરથી લાઈનોમાં ઉભા રહી ગયા છે. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ના હોવાના કારણે બંધ હોવાથી લોકોમાં ડર પ્રસર્યો છે. હાલમાં અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપો પર 1 કલાકે પેટ્રોલ ભરાવવાનો વારો આવે તેવી લાઇનો લાગી ગઈ છે. કેટલાક પેટ્રોલ પંપ બંધ તો કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પંપની બહાર અડધા કિલોમીટર સુધીની લાગી લાઈનો છે.

લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

અમદાવાદમાં પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારો અને ઇંધણની અછતની અફવાઓ વચ્ચે સત્ય સામે આવ્યું છે. સપ્લાય ચેઈનમાં ટેકનિકલ વિલંબને કારણે કેટલીક જગ્યાએ અછત જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

પીએમ મોદીએ શું કહ્યું?

આજે લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ દ્વારા મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ, ગેસ, ખાતરો અને વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ ભારતમાં પહોંચે છે. ઈઝરાયલ, અમરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવર અત્યંત પડકારજનક બની ગઈ છે. તેમ છતાં અમારી સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો ગંભીર રીતે વિક્ષેપિત ન થાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો કર્યા છે.તેમણે નોંધ્યું હતું કે, જેમ આપણે બધા જાણીએ છીએ દેશ તેની LPG જરૂરિયાતોના 60% આયાત કરે છે. પુરવઠામાં અનિશ્ચિતતાને કારણે સરકારે સ્થાનિક LPG ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે. ત્યાં જ સ્થાનિક LPG ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. પુરવઠા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સરળતાથી ચાલુ રહે છે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *