આજના સમયમાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે રોજ સવારે જીમ જાય છે, યોગ કરે છે અથવા વોકિંગ કરે છે. પરંતુ જો દિવસનો મોટો ભાગ 8થી 10 કલાક સુધી સતત ખુરશી પર બેસીને પસાર થતો હોય, તો માત્ર સવારની કસરત શરીરને ગંભીર બીમારીઓથી બચાવવા માટે પૂરતી નથી.’PLOS Medicine’ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત કસરત કરનારા લોકો પણ જો દિવસ દરમિયાન લાંબા સમય સુધી સતત બેસી રહે છે,
તો તેમનામાં કેન્સર થવાનું અને કેન્સરના કારણે મૃત્યુ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.12 વર્ષ સુધી 91 હજારથી વધુ લોકો પર અભ્યાસવૈજ્ઞાનિકોએ 12 વર્ષથી વધુ સમય સુધી 91,000થી વધુ લોકોની દિનચર્યાનો અભ્યાસ કર્યો હતો. સંશોધનમાં સામે આવ્યું કે જો કોઈ વ્યક્તિ 30 મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહે, તો દરેક વધારાના એક કલાક સાથે કેન્સરથી મૃત્યુનું જોખમ આશરે 10 ટકા સુધી વધી શકે છે.વચ્ચે-વચ્ચે ચાલવું પણ એટલું જ જરૂરીઅભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે જેમણે લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે વચ્ચે-વચ્ચે ચાલવું, ઊભા થવું અથવા અન્ય શારીરિક હલનચલન કરવાનું પસંદ કર્યું,
તેમનામાં આ જોખમ નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું.નિષ્ણાત શું કહે છે?દિલ્હીની AIIMS હોસ્પિટલના કેન્સર વિભાગના પ્રોફેસર ડૉ. અભિષેક શંકરના જણાવ્યા અનુસાર, રોજની કસરત ખૂબ જ જરૂરી છે, પરંતુ આખા દિવસ દરમિયાન નિયમિત અંતરે ઊભા થવું અને થોડું ચાલવું પણ એટલું જ મહત્વનું છે. લાંબા સમય સુધી એકધારા બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.લાંબા સમય સુધી બેસી રહેવાથી શું થાય?ડોક્ટરોના જણાવ્યા મુજબ સતત બેસી રહેવાથી શરીરના સ્નાયુઓની કાર્યક્ષમતા ઘટે છે, પાચનક્રિયા ધીમી પડે છે, ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે, શરીરમાં ઇન્ફ્લામેશન વધે છે, વજનમાં વધારો થાય છે અને હોર્મોન્સમાં ફેરફાર થાય છે.
આ કેન્સરનું જોખમ વધી શકેનિષ્ણાતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી બેસી રહેવાની આદતના કારણે ખાસ કરીને આંતરડાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધી શકે છે.કેવી રીતે બચી શકાય?- દર 30થી 45 મિનિટે એકવાર ઊભા થાઓ.- ઓફિસમાં શક્ય હોય ત્યારે થોડું ચાલો.- લિફ્ટના બદલે સીડીઓનો ઉપયોગ કરો.- નિયમિત કસરતની સાથે દિવસભર સક્રિય રહેવાની આદત વિકસાવો.
નિષ્ણાતોનું માનવું છે કે માત્ર એક કલાકની કસરત પૂરતી નથી. આખા દિવસ દરમિયાન સક્રિય રહેવું અને લાંબા સમય સુધી સતત બેસી રહેવાનું ટાળવું સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે.







