બચ્ચન પરિવારે મુંબઈમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું, અમિતાભ-અભિષેકે 1-2, નહિ મુંબઈમાં 10 ફ્લેટ ખરીદ્યા

બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ 10 ફ્લેટ ખરીદ્યા છે.રિપોર્ટ મુજબ તેમણે મુંબઈ વેસ્ટમાં 24.95 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. આ નવનિર્મિત એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટીના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇટર્નિયાનો એક ભાગ છે, જે 3 BHK અને 4 BHK રેડી-ટુ-મૂવ-ઇન ફ્લેટ ઓફર કરે છે.મીડિયા રિપોર્ટ મુજબ બચ્ચન પરિવારે મુંબઈમાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ ડીલમાં દરેક એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. આ પ્રોજેક્ટમાં કુલ 1.50 કરોડ રુપિયાની સ્ટેપ ડ્યુટી લગાવવામાં આવી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચને આમાંથી 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. જેની કિંમત અંદાજે 14.77 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. જ્યારે અમિતાભ બચ્ચને 4 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.

આ રોકાણોની સાથે પરિવારનું રિયલ એસ્ટેટમાં રોકાણ પણ વધ્યું છે. વર્ષ 2020માં મુંબઈ મહાનગરમાં સેલિબ્રિટી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 25% કરતા વધુ હતો. આ પરિવારે 2024માં રિયલ એસ્ટેટમાં 100 કરોડ રુપિયાથી વધારે રોકાણ કર્યું છે. જેમાં ઓશિવારા અને મગથાનેની પ્રોપર્ટી પણ સામેલ છે.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *