પાસપોર્ટ કઢાવવા માટે 7મી ફેબ્રુઆરીએ બે સેવા કેન્દ્રોમાં ખાસ આયોજન, જાણો તમામ માહિતી

જાન્યુઆરી, 2026માં પાસપોર્ટ સેવાઓની વધેલી માગને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પાસપોર્ટ કચેરી અમદાવાદ દ્વારા તારીખ 07.02.2026 (શનિવાર)ના રોજ અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગર અને પાસપોર્ટ સેવા કેન્દ્ર વિજય ક્રોસ રોડ ખાતે પાસપોર્ટ અરજદારો માટે એક વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.નોર્મલ તેમજ તત્કાલ પાસપોર્ટ માટે 07 ફેબ્રુઆરી, 2026 માટેની અપોઇન્ટમેન્ટ પાસપોર્ટ સેવા વેબ પોર્ટલ પર ઑનલાઇન મૂકી દેવામાં આવ્યું છે. જેમ અરજદારોની પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ લે છે, તેઓ ઉપરોક્ત તારીખ માટે પણ અગાઉથી બુકિંગ કરી શકે છે. તેમજ જેમણે બુકિંગ કરાવ્યું છે તેવા અરજદારો રિશિડ્યૂલ કરી શકે છે.

અરજદારોએ વધુ માહિતી જાણવા માટે www.passportindia.gov.inની વેબસાઇટ પર જઈને જાણી શકાશે. આ ઉપરાંત ત્યાંથી અપોઇન્ટમેન્ટ માટે સ્લોટ પણ બુક કરી શકાશે. ઉપરોક્ત વિશેષ અભિયાન વિદેશ મંત્રાલય દ્વારા તમામ નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવાની પહેલનો એક ભાગ છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *