ધુરંધરનું વિશ્વભરનું કલેકશન ધમાકેદાર – માત્ર 6 દિવસમાં ₹2,000 કરોડની કમાણી!

ધુરંધર સિરીઝ હવે 2,000 કરોડ રૂપિયાની કમાણી ધરાવતી બની ગઈ છે. આ એકમાત્ર ભારતીય ફ્રેન્ચાઈઝીની ફિલ્મો છે જેની બે ફિલ્મો 500-500 કરોડ ક્લબમાં સામેલ છે અને હજુ ધુરંધર 2 ફિલ્મે તો તેનો પહેલો મંગળવાર જ પૂરો કર્યો છે.‘ધુરંધર: ધ રિવેન્જ’ દ્વારા વધુ એક નવો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ હવે તેની બંને ફિલ્મો (ધુરંધર અને ધુરંધર-2)ની કુલ કમાણી સાથે 2,000 કરોડના ક્લબમાં પ્રવેશનારી પ્રથમ બોલિવૂડ સિરીઝ બની ગઈ છે.

બાહુબલી અને પુષ્પા સિરીઝ પછી આ સિદ્ધિ મેળવનારી આ માત્ર ત્રીજી ફિલ્મ સિરીઝ છે. જોકે, આ એકમાત્ર એવી સિરીઝ છે જેની બંને ફિલ્મો એક જ ભાષામાં 500 કરોડ નેટ કલેક્શનના ક્લબમાં છે.જે ધુરંધરને ભારતીય સિનેમામાં સાચો ગેમ-ચેન્જર બનાવે છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક મુજબ, આ સિક્વલે વિશ્વભરમાં 919 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને કાંતારા ચેપ્ટર 1 ના 852.36 કરોડને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ઉપર આવી ગઈ છે.

રણવીર સિંહની મુખ્ય ભૂમિકાવાળી ધુરંધર 2 એ ભારતમાં તેનાં છઠ્ઠા દિવસે 56.55 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન નોંધાવ્યું હતું, જેનાથી દેશમાં તેનું કુલ 6 દિવસનું કલેક્શન 575.65 કરોડ રૂપિયા થઈ ગયું છે. ભારતનું ગ્રોસ કલેક્શન 687.43 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

રિપોર્ટ મુજબ, ધુરંધર 2 ત્યાં 2 મિલિયન પાઉન્ડ (25.17 કરોડ રૂપિયા) કમાનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ છે. 6 દિવસ પછી ફિલ્મની કુલ વિદેશી કમાણી 231.57 કરોડ રૂપિયા છે.ટ્રેડ એનાલિસ્ટ્સ માને છે કે ધુરંધર 2 સૌથી ઝડપથી 1,000 કરોડનાં ક્લબમાં પહોંચનારી હિન્દી ફિલ્મ બનશે. તે પછી તે પુષ્પા 2, આરઆરઆર, કેજીએફ 2 અને બાહુબલી 2 જેવી ફિલ્મોનાં રેકોર્ડ તોડવા તરફ આગળ વધશે. ફિલ્મને લોકોમાં થતી ચર્ચાઓનો પણ ઘણો ફાયદો મળ્યો છે.રણવીર સિંહ સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને રાકેશ બેદી જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ આદિત્ય ધર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મે ખરેખર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

  • Related Posts

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    સલમાન ખાને કર્યો હતો રણવીર સિંહ અને ફરહાન વચ્ચે સમાધાનનો પ્રયાસ? ચોંકાવનારી હકીકત સામે આવી ગઈ!

    મુંબઈઃ રણવીર સિંહે ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-3’ માંથી અણધારી એક્ઝિટ લઈ લેતા આ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી રણવીર સિંહે આ ફિલ્મ છોડી છે ત્યારથી એની મુશ્કેલીઓમાં વધારો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *