થામા અને સ્ત્રી 2 ફિલ્મના સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ, જાતીય સતામણીનો આરોપ

પ્રખ્યાત બોલિવુડ ગીતકાર અને સંગીતકાર સચિન જીગર જોડીના સચિન સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. હકીકતમાં તેના પર 19 વર્ષની યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે સચિને તેની સાથે યૌન શોષણ કર્યું હતું અને તેની ફરિયાદના આરોપ પર પોલીસે સચિન સંઘવીને કસ્ટડીમાં લીધો હતો. જોકે, તેને જામીન મળી ગયા હતા.

સચિન અને જીગરની જોડીએ સ્ત્રી થી લઇ સ્ત્રી 2 અને ભેડિયા ઉપરાંત તાજેતરમાં રિલિઝ થયેલી આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મ ‘થામા’ માટે પણ સંગીત આપ્યું છે.

સચિન જીગર પર ભૂતકાળમાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો, પરંતુ તે સમયે માત્ર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે સમયે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. પોલીસ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે, યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને સચિન સંઘવીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સચિન કે તેની ટીમ તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *