નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યા હોવાની શક્યતા

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. અન્ય યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થી પર ઘાતકી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે હાલ ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, અગાઉની અદાવતમાં શાળા બહાર આવી યુવકોએ હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ધોરણ દસના વિધાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી સામે આવી છે. છરીથી હુમલો કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ સમગ્ર મામલે નેશનલ હાઇસ્કૂલના આચાર્યનું નિવેદન સામે આવ્યું છે. નેશનલ હાઇસ્કૂલના ધોરણ દસના વિધાર્થીઓ પરીક્ષા આપી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે શાળાથી 100 મીટર દૂર અંદરોઅંદર ઝગડ્યા હતા.

ત્યારે અન્ય વિદ્યાર્થીએ બહારથી માણસો બોલાવ્યા હતા.જેમાં બહારના વ્યક્તિએ એક વિદ્યાર્થીને માથાના ભાગમાં કડું માર્યું હતું. કડું મારવાથી વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ વિદ્યાર્થીને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *