દીકરી જન્મે તો મળશે 1.10 લાખ રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી લાભસભર યોજનાઓ ચલાવે છે. તેમાંથી કેટલીક યોજનાઓ જાગૃતિના અભાવે લોકો સુધી પહોંચતી જ નથી. ત્યારે આજે આવી જ એક યોજના વિશે વાત કરવી છે. કોઈપણ વ્યક્તિના ઘરે દીકરી જન્મે તો સરકાર તેને 1.10 લાખ રૂપિયા આપે છે. આ યોજનાનું નામ છે ‘વહાલી દીકરી યોજના’. આવો જાણીએ તમામ માહિતી…

યોજનાનો હેતુ – દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશોને સિદ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

શું લાભ મળશે?

દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000/-ની સહાય.દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.6000/-ની સહાય.દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.1,00,000/-ની આર્થિક સહાય.દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

લાભ લેવા માટે પાત્રતા

• તા.02/08/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એક વર્ષની સમયમર્યાદામાં નિયત નમૂનાના આધાર પુરાવા સહિતની અરજી કરવાની રહેશે.)

• દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

• બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલા હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

1) દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,00,000થી ઓછી આવક મર્યાદા)

2) દીકરીના માતા-પિતાનું આધારકાર્ડ

3)દીકરીના માતા-પિતાના જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)

4)દીકરીના માતા-પિતાના રહેઠાણનો પુરાવો (લાઈટબિલ/વેરાબિલ)

5)દીકરીનો જન્મ દાખલો

6)દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

7)દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા

8)વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંદનામું

કેવી રીતે મેળવશો યોજનાનું ફોર્મ?

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાની ઓનલાઇન લિંક

https://www.digitalgujarat.gov.in/

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *