PM ના બંદોબસ્ત વખતે કરૂણ બનાવ : મહિલા પોલીસ અને 108 કર્મચારીના એક્ટિવાને ડમ્પરચાલકે અડફેટે લેતા મોત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ બંને મહિલાને ગાડી મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વિરલબેન રબારી ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા હતા, જ્યારે હિરલબેન રાજગોર 108 ઇમર્જન્સી સેન્ટરમાં કાર્યરત હતા. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરાશે.

આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, અકસ્માત અંગે જી ડિવિઝન પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવશે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *