EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા

પોર્નોગ્રાફી નેટવર્ક મામલે ઈડીએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ માત્ર રાજ કુંદ્રાના ઘર પર જ નહિ પરંતુ તેની ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે.

આ દરોડા રાજ કુંદ્રાના ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ પડ્યા છે. રાજની પત્ની શિલ્પા અને તેના નજીકના સંબંધીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાના સમાચાર છે. પોર્નોગ્રાફીનો આ મામલો ઘણા વર્ષો જૂનો છે.આ તપાસ મોબાઈલ એપ દ્વારા પોર્ન કન્ટેટ બનાવવા અને સર્કુલેશન સાથે જોડાયેલી છે. ઈડીની તપાસ મુંબઈ પોલીસની 2021ના કેસ આધારિત છે.

મળતી માહિતી મુજબ આ મામલામાં EDની ટીમ કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. આ કેસમાં, દેશમાં જે પૈસા એકઠા થયા હતા, તે આ વીડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *