પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીનું રૂ.10 હજાર કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ પૈસા

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા શાહ સાથે થયા છે. મળતી માહિતી મુજબ, આ લગ્ન પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતરિવાજો સાથે થયા હતા.ન્યૂઝ એજન્સી ANI એ અહેવાલ આપ્યો છે કે ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પર 10,000 કરોડ રૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું હતું. આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે હશે. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના પુત્રના લગ્નની માહિતી આપી છે.

ગૌતમ અદાણીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભગવાનની કૃપાથી જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારોહ હતો. તેથી અમે બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માંગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી આશીર્વાદ અને પ્રેમ માંગુ છું.

  • Related Posts

    ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel ના હસ્તે સતાધાર ફ્લાયઓવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા ફ્લાયઓવરથી ખાસ કરીને નારણપુરા, ગોતા અને સોલા વિસ્તારના લોકોને મોટો લાભ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના…

    અમદાવાદમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના!કાર ચાલકે બાઇકને ટક્કર મારી, બાઇક બોનેટમાં ફસાયેલી હોવા છતાં ઢસેડતા જ ફરાર!

    અમદાવાદમાં એક કાર બોનેટમાં મોટરસાઇકલ ફસાઈને ઘણા અંતર સુધી દોડતી રહી. ત્યારબાદ ડ્રાઇવરે વાહન રોક્યું અને ખૂબ જ મુશ્કેલીથી કારમાંથી બાઇકને કાઢી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *