અમદાવાદઃપોલીસે સિંધુભવન રોડ પર 2, કરોડની કાર કરી ડિટેઈન

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા ૫, દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ ૧૨૨૮ આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ ૩૪૯ આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે,૮૨,૫૦૮ વાહનોની તપાસ, ૩૯૯૨ વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે, બીજી તરફ ૭૪૨૫ મેમો ફટકાર્યા છે અને ૫૨.૯૦ લાખનો દંડ વસૂલ્યો છે.૧૦૧૬ દારુ પિધેલા ઝડપાયા, ૧૬ જુગાર કેસ,૪૨૫ હથિયાર કેસ, ૩૯૭ એમવી એક્ટ કેસ નોંધાયા છેપોલીસ સિધુંભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી તેદરમિયાન McLaren કાર ડિટેઈન કરી હતી,કારના ચાલક પાસે પૂરતા પ્રમાણમાં વાહનના કાગળિયા ના હોવાથી આ કારને ડિટેઈન કરવામાં આવી હતી,પોલીસે આ વખતે મોંઘીદાટ કાર ડિટેઈન કરી હતી અને કોઈની ભલામણને માન્ય રાખી ન હતી,તો અન્ય વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા અને જે વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હતી તેવી કાર પણ ડિટેઈન કરવામાં આવી હતી.અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ- અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારને લઈ પીસીબી દરોડા પાડતી હોય છે,ત્યારે અમદાવાદ પીસીબીએ ફરી વાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને ૨૮ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૪૨૫ બુટલેગરોને જેલ હવાલે કર્યા છે,બીજી તરફ વર્ષ ૨૮ નવેમ્બર ૨૦૨૩ માં ૧પર બુટલેગરોને જેલ હવાલે કર્યા હતા,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૨૭૩ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠેલા સવાલો મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અધિકારીઓને રસ્તા પર ઉતરવાની સૂચના આપી હતી. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સતત બે રાત્રિથી શહેરના દરેક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. એટલુ જ નહીં પોલીસે ગુનેગારોના ઘર અને અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.

  • Related Posts

    ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

    આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા…

    ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

    ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *