ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, ૩ લોકોનાં મૃત્યુ

ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. ફેંગલ તમિલનાડુ-પુડ્ડુચેરીના કાંઠે વિસ્તારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડાના કારણે પુડ્ડુચેરી, તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પુડ્ડુચોરી ધોધમાર વરસાદના કારણે પાણી પાણી થયું છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે ચેન્નાઈની અનેક ફ્લાઈટ રદ કરાઈ છે. તો ભારે પવન સાથે વરસાદથી અનેક જગ્યાએ વીજળી ગુલ થવાના બનાવ બન્યા છે. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસશે.

ચક્રવાત ફેંગલ રવિવારે સવારે લગભગ 2 વાગ્યે તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થયું હતું અને કરાઇકલ અને મહાબલીપુરમની વચ્ચે પહોંચ્યું હતું. લેન્ડફોલ પછી, તે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની ધારણા છે. આ પહેલા દિવસે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી હતી. કારણ કે તોફાન ફેંગલના કારણે રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. તેની અસર હાલમાં જોવા મળી રહી છે.

દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં હવામાનમાં ફેરફાર, ભરતી અને ભારે વરસાદની અપેક્ષા છે. IMDએ ચેન્નાઈ અને શહેરના ત્રણ પડોશી જિલ્લાઓ સહિત 13 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે. વિલ્લુપુરમ, કલ્લાકુરિચી અને કુડ્ડલોરમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કારણ કે તે લેન્ડફોલ સ્થાનની નજીક છે.હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *