પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે આધુનિક પશુ દવાખાનું બનશે

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકો માટે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પેટલાદ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે નવા આધુનિક પશુ દવાખાનાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નવા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને હવે પોતાના પશુઓ માટે ઘરઆંગણે જ શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે. રાજ્ય સરકાર પશુપાલકોની સમૃદ્ધિ તથા પશુઓના આરોગ્ય પ્રત્યે સંવેદનશીલ છે અને આ આધુનિક પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પશુપાલકોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુઓને નજીકના સ્થળે જ આધુનિક આરોગ્ય સુવિધાઓ અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે નવા પશુ દવાખાનાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક પશુપાલકોને થશે સીધો લાભ

નવા દવાખાનાના નિર્માણથી પેટલાદ શહેર ઉપરાંત આસપાસના ગામોના પશુપાલકોને પશુઓની સારવાર માટે દૂર જવાની જરૂરિયાત ઘટશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પશુ દવાખાનું પશુ આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કોકીલાબેન તળપદા, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ પટેલ, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આણંદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. ધારા પંચાલ, નાયબ પશુપાલન નિયામક (ICDP) ડૉ. મેહુલ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જીગ્નેશ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ડી. જી. પટેલ સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

  • Related Posts

    વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોની નિઃશુલ્ક આંખોની તપાસ અને ચશ્મા વિતરણ

    નડિયાદ: વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે ૮ ઓક્ટોબરના રોજ ‘સૌ માટે દૃષ્ટિ – તમારી આંખોનું રક્ષણ કરો’ના સંદેશ સાથે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોના આંખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક આંખોની તપાસ અને…

    પ્રી-પીટીસી પ્રવેશ નિયમોમાં રાજ્ય સરકારનો મહત્વનો સુધારો

    વયમર્યાદા ૨૪થી વધારી ૩૦ વર્ષ કરાઈ, વર્ગદીઠ બેઠકો ૫૦થી વધારી ૬૨ કરવામાં આવી ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *