પેટલાદ તાલુકાના ગામોમાં રૂ. 2.32 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

આણંદ : પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના અભિગમ સાથે રૂ. 2.32 કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત પોરડા ગામે બાંધણી પાર્ટી પ્લોટથી પ્રાથમિક શાળા સુધીના રૂ. 82 લાખના રસ્તા, વિશ્નોલી સંતરામપુર પ્રાથમિક શાળાથી નડિયાદ-ખંભાત સ્ટેટ હાઈવેને જોડતા રૂ. 75 લાખના રસ્તા તેમજ ભાટીયેલ સીમરડા રોડથી કાંતિભાઈ સોલંકીના ઘર થઈ ચંદુભાઈના કૂવા તરફના રૂ. 75 લાખના નવનિર્માણ પામનારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત માર્ગ નેટવર્ક ઊભું કરાશે

નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી તમામ પાયાની અને ઉત્તમ સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ગ્રામીણ વિસ્તારના નાગરિકોનું જીવનધોરણ સુધરે અને આવાગમન સરળ બને તે માટે રાજ્યભરમાં રોડ-રસ્તાનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે.નવા માર્ગોના નિર્માણથી પોરડા, વિશ્નોલી અને ભાટીયેલ ગામના ગ્રામજનો, વાહનચાલકો તેમજ શાળા-આંગણવાડીમાં જતા બાળકોને આવાગમનમાં વધુ સુવિધા મળશે.

કળશ યાત્રામાં જોડાઈ સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો.

રસ્તાના વિકાસકામોના ખાતમુહૂર્ત બાદ પેટલાદના ભાટીયેલ ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની **650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે તાલુકા કક્ષાના “સમરસતા સંકલ્પ અભિયાન – કળશ યાત્રા”**નું આયોજન કરવામાં આવ્યું હતું.નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સહિત મહાનુભાવોએ કળશ યાત્રામાં જોડાઈ સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા.

મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમોમાં અગ્રણી શ્રી નિલેશભાઈ દવે, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંગીતાબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ પરમાર, શ્રી જોરૂભા ભરવાડ, શ્રી સુરેશભાઈ સોલંકી, શ્રી હિતેન્દ્રસિંહ પરમાર, શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ રાઠોડ, શ્રી એમ.કે. રાવત, શ્રી અરવિંદભાઈ રામોદડી સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક સરપંચશ્રીઓ અને ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોની નિઃશુલ્ક આંખોની તપાસ અને ચશ્મા વિતરણ

    નડિયાદ: વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે ૮ ઓક્ટોબરના રોજ ‘સૌ માટે દૃષ્ટિ – તમારી આંખોનું રક્ષણ કરો’ના સંદેશ સાથે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોના આંખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક આંખોની તપાસ અને…

    પ્રી-પીટીસી પ્રવેશ નિયમોમાં રાજ્ય સરકારનો મહત્વનો સુધારો

    વયમર્યાદા ૨૪થી વધારી ૩૦ વર્ષ કરાઈ, વર્ગદીઠ બેઠકો ૫૦થી વધારી ૬૨ કરવામાં આવી ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *