90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ત્રણ વર્ષ દરમિયાન અંદાજે 9 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 2022માં થઈ હતી. ‘શાદી સેન્ટર ડોટ કોમ’ નામની કથિત મેરેજ બ્યૂરો કંપની સાથે જોડાયેલા અજાણ્યા લોકોએ 90 વર્ષીય વૃદ્ધનો મોબાઇલ પર સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં મીઠી-મીઠી વાતો કરીને વૃદ્ધનો વિશ્વાસ જીતવામાં આવ્યો અને ત્યારબાદ લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેમને ઠગાઈના જાળમાં ફસાવવામાં આવ્યા.ત્રણ વર્ષ સુધી બ્લેકમેલિંગ કરી પૈસા પડાવ્યાઆરોપીઓએ થોડા સમય બાદ વૃદ્ધને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમને બનાવટી કેસમાં ફસાવી દેવાની તેમજ સમાજ અને સંબંધીઓમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થવાના ડરથી વૃદ્ધે આ અંગે પરિવારના કોઈ સભ્યને જાણ કરી નહોતી.આરોપીઓ દ્વારા આપવામાં આવેલા અલગ-અલગ બેંક ખાતાઓમાં વૃદ્ધ પૈસા ટ્રાન્સફર કરતા રહ્યા હતા. ફરિયાદ મુજબ, વર્ષ 2022થી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ-અલગ હપ્તામાં આશરે 9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.પુત્રએ પાસબુક માગતા સમગ્ર રહસ્ય ખુલ્યુંઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વૃદ્ધના પુત્રને પારિવારિક જરૂરિયાત માટે બેંક ખાતાની માહિતી જોઈતી હતી. પુત્રએ પિતા પાસે બેંકની પાસબુક અને ખાતાની વિગતો માગી હતી.પિતાના વર્તનમાં શંકા જતા પુત્રએ પ્રેમથી પૂછપરછ કરી હતી. ત્યારે 90 વર્ષીય વૃદ્ધ પોતાની સાથે થયેલી સમગ્ર ઘટનાની વાત કરતાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા.ત્યારબાદ પરિવારજનોએ બેંક સ્ટેટમેન્ટ તપાસ્યું તો વૃદ્ધના ખાતામાંથી અલગ-અલગ હપ્તામાં આશરે 9 લાખ રૂપિયા અજાણ્યા લોકોના ખાતામાં ટ્રાન્સફર થયેલા હોવાનું સામે આવ્યું હતું.મહેશ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમામલો સામે આવ્યા બાદ વૃદ્ધના પુત્રએ જયપુરના મહેશ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદ 79 વર્ષીય પુત્ર દ્વારા પોતાના 90 વર્ષીય પિતા સાથે થયેલી ઠગાઈ અંગે કરવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી, મોબાઇલ નંબરો, UPI ટ્રાન્ઝેક્શન સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.સાયબર સેલની મદદથી આરોપીઓ સુધી પહોંચવા અને સમગ્ર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.સાયબર ઠગાઈથી સાવધાન રહેવાની જરૂરઆ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે ઓનલાઈન મેરેજ બ્યૂરો, સોશિયલ મીડિયા અથવા અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવતા સંપર્કો બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ વ્યક્તિ લગ્ન, નોકરી, લોન અથવા અન્ય કોઈ બહાને પૈસાની માંગણી કરે તો પૂરતી ચકાસણી કર્યા વિના રકમ ટ્રાન્સફર કરવી નહીં. ધમકી કે બ્લેકમેલિંગનો ભોગ બન્યા હોય તો પરિવારજનોને જાણ કરી તાત્કાલિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.

  • Related Posts

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    નારી વંદન સપ્તાહ અંતર્ગત વલ્લભ વિદ્યાનગરમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી

    આણંદ, 6 ઓગસ્ટ: કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *