શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં હેમેટોલોજી વિભાગાધ્યક્ષ ડો.શૈલેન્દ્રપ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે, શાકાહારી 100 દર્દીઓ પર કરવામાં આવેલ આ અધ્યયનમાં બધામાં વિટામીન બી-12 ની ઘટ મળી આવી હતી. સામાન્ય સ્તર અનુસાર શરીરમાં વિટામીન બી-12 200 થી 900 પિકોગ્રામ દર મિલીલીટરે હોવું જોઈએ.
આ તપાસમાં મોટાભાગનાં દર્દીઓમાં આ સ્તર 200 થી ઓછુ આવ્યું હતું. સંશોધનમાં બહાર આવ્યું હતું કે વિટામીન બી-12 ની ઘટથી લગભગ 25 ટકા દર્દીઓમાં યાદદાસ્ત નબળી હોવાની અને ચિડિયાપણુ જેવી માનસીક સમસ્યા વિકસીત થઈ ચુકી હતી. જયારે 30 ટકામાં નસોમાં નબળાઈ બહાર આવી હતી.આ ઉપરાંત થાક નબળાઈ, એનિમિયા અને એકાગ્રતામાં ઘટ જેવા લક્ષણો સામાન્ય જોવા મળ્યા હતા. વિશેષજ્ઞો અનુસાર લાંબા સમય સુધી બી-12 ની ઘટ નસોને કાયમી નુકશાન પહોંચાડી શકે છે.
ખાનપાનમાં ફેરફાર કરો
પહેલી રીત છે વિટામીન બી-12નું ઈન્જેકશન બીજુ છે.વિટામીન બી-12 મુખ્યત્વે પશુ સ્ત્રોતોમાંથી મળે છે. એટલે નિયમીત રીતે દુધ-દુધના ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં તેનું સંતુલન જળવાઈ રહે. અનિયિમીત ખાન-પાન, જંક ફૂડની વધતી આદત અને વધુ ગંભીર બનાવી રહ્યા છે.
આ ખાદ્ય પદાર્થોનું સેવન કરો
► દુધઃ રોજ એકથી બે ગ્લાસ પીવુ
► દહીંઃ પોબાયોટીક દહી પાચન સાથે બી-12 પણ વધારે છે.
► પનીરઃ ઉચ્ચ માત્રામાં બી-12 નો સારો સ્ત્રોત
► છાસ અને લસ્સીઃ ગર્મીમાં લાભકારી અને પૌષ્ટીક






