અમદાવાદમાં વાસી ઉત્તરાયણે શરાબની મહેફિલ, પોલીસે 4 યુવતી સહિત 16ને દબોચ્યાં

અમદાવાદમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના ઉત્સવ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ ડીજી પાર્ટી પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ચાર યુવતીઓ અને 12 યુવકો મળી કુલ 16 લોકોની અટકાયત કરવામાં આવી છે.

દરોડો પાડી પાર્ટી બંધ કરાવી

પોલીસને સ્થાનિક રહીશો દ્વારા કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળી હતી કે બિલ્ડિંગના ધાબા પર ઉંચા અવાજે ડીજી પાર્ટી ચાલી રહી છે અને ત્યાં શરાબ, ડાન્સ તેમજ હુક્કાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફરિયાદ મળતાની સાથે જ યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દરોડો પાડી પાર્ટી બંધ કરાવી હતી.

પંચનામાની કાર્યવાહી હાથ ધરી

પોલીસ તપાસ દરમિયાન ધાબા પર દારૂની મોંઘી બોટલો, વિવિધ ફ્લેવરના હુક્કા તેમજ ખાણીપીણી માટે અલગ અલગ કાઉન્ટરો ગોઠવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પાર્ટીમાં ખારેક, લીચી, એલચી, કાચી કેરી, બિસ્કિટ સહિતની અનેક વાનગીઓ ઉપલબ્ધ હતી. વાસી ઉત્તરાયણના દિવસે પણ ગેરકાયદેસર રીતે આવી મહેફિલ યોજવામાં આવતા વિસ્તારમાં શાંતિભંગ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. યુનિવર્સિટી પોલીસે તમામ આરોપીઓ સામે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. પંચનામું પૂર્ણ થયા બાદ તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *