પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના દોઢ કિલોમીટરના રોડ શો માટે સમગ્ર માર્ગને તિરંગા અને અન્ય બેનરોથી શણગારવામાં આવ્યો છે. પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકોર્પણ કરશે.

નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો

પીએમ મોદી નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો પણ કરશે. આ કાર્યક્રમની તૈયારીઓનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ સહિત અમદાવાદ શહેર ભાજપના તમામ હોદ્દેદારો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા કડક બંદોબસ્ત

પીએમ મોદીના પ્રવાસ અંગે અમદાવાદમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનવ્યવહારના નિયમો માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે નિકોલ ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ બાદ સભાને સંબોધવાના છે.

પીએમ મોદી 5,477 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદથી રૂપિયા 5,477 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. વિકાસના આ કામો પ્રગતિની નવઊર્જા અને નવચેતના લઈને આવશે. પીએમ મોદીના માર્ગદર્શનમાં નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે સરકાર પ્રતિબદ્ધ છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *