૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન ફરજિયાત

૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા ૨૦૦ ફી ભરવાની સાથે શ્વાનના ફોટોગ્રાફ સાથે તેને રાખવાની જગ્યા સાથેના જરુરી પુરાવા રજૂ કરવા પડશે.

સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-૨૦૨૩ ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા ૯૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.રજિસ્ટ્રેશનની પ્રક્રીયા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.અરજદારે આધારકાર્ડ ,ટેકસબીલ ઉપરાંત પેટ ડોગના ફોટા તથા તેને રાખવાના સ્થળના ફોટા મુકવાના રહેશે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *