ટી 20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીથી રમાશે : ફાઈનલ જંગ અમદાવાદમાં રમાવાની શક્યતા

આવતા વર્ષે યોજાનાર 120 વર્લ્ડ કપ 2026 અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે, જેની ફાઈનલ મેચ 8 માર્ચે યોજાવાની ધારણા છે.

આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનીમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય, તો ટુર્નામેન્ટનો ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

T20 વર્લ્ડ કપ 2026ની લડાઈ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. માહિતી મુજબ, ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 8 માર્ચે રમાશે. જો કે, જો પડોશી દેશ ફાઇનલમાં પહોંચી તો T20 વર્લ્ડ કપનો ટાઇટલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

જોકે, જો પાકિસ્તાન ફાઈનલ પહેલા બહાર થઈ જાય છે, તો ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. T20 વર્લ્ડ કપ મેચ ભારતમાં ઓછામાં ઓછા પાંચ અને શ્રીલંકામાં બે સ્થળોએ રમાશે. કુલ 20 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર 8 રાઉન્ડમાં પહોંચશે.

આ પછી, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. ઇટાલીએ પહેલીવાર T20 વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવી છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2026માં ટાઈટલ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાએ 2024માં ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ટાઈટલ જીત્યું હતું.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *