એશિયા કપમાં ભારતનો ‘વિજય તિલક’, પાકિસ્તાનને રગદોળ્યું

એશિયા કપ 2025 ના ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો સામનો કરી રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપીને જોરદાર તબાહી મચાવી. પાકિસ્તાને પોતાની છેલ્લી નવ વિકેટ માત્ર 33 રનમાં ગુમાવી દીધી. ટીમ ઇન્ડિયાએ 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. તિલક વર્માએ એક શાનદાર ઇનિંગ રમી. 53 બોલમાં 69 રનની તેમની ઇનિંગ ભારતને આવનારા વર્ષો સુધી યાદ રહેશે. ટીમ ઇન્ડિયા 9મી વખત એશિયા કપનું ચેમ્પિયન બની છે.

41 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં આમને-સામને છે. ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ફાઈનલમાં પાકિસ્તાનનો રેકોર્ડ વધુ સારો છે. તેણે 12માંથી 8 વખત જીત મેળવી છે. 4 વખત જીત્યો. છેલ્લે ફાઈનલમાં બંને આમને-સામને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા હતા. પાકિસ્તાન જીતી ગયું હતું. ટી 20માં બંને ટીમો ફાઈનલમાં એક વખત ટકરાઈ ચુકી છે. ભારતે 2007ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી હતી.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *