અમદાવાદ: સ્પાની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, પોલીસે દરોડા પાડી 13 મહિલાઓને અપાવી મુક્તિ

અમદાવાદના ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયના રેકેટનો ભાંડાફોડ થયો છે. પોલીસે એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

ઝોન–7 પોલીસે જુદા જુદા 13 મસાજ પાર્લરમાં રેડ કરી હતી. જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધ ઝીરો સ્પા, બોડકદેવ પો. સ્ટે. વિસ્તારમાં બોડી બટર સ્પા, એલીસબ્રિજ વિસ્તારમાં ધ લેમન આયુર્વેદિક સ્પા અને આનંદનગર પો. સ્ટે. વિસ્તારમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પાનો સમાવેશ થાય છે. આ રેડ દરમિયાન પોલીસે 13 મહિલાઓને દેહ વિક્રયના દુષણમાંથી મુક્ત કરાવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. પોલીસે તમામ સ્પા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *