હીરાબા ની તસવીર હાથમાં લઈ રડતો હતો યુવાન, PM મોદીએ તાત્કાલિક તેની ઈચ્છા પૂર્ણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પીએમ મોદીએ એક રેલીને સંબોધિત કરી હતી અને એક રોજ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે લોકો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાન તેમને જોઈ ભાવુક થઈ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેને નિરાશ કર્યો નહીં અને તેની ઈચ્છા પૂર્ણ કરી હતી.

પીએમ નરન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા હતા અને એક ગાડી પર સવાર હતા. રોડની બંને બાજુ લોકોની ભીડ હતી. આ દરમિયાન એક છોકરો પીએમ મોદી અને તેમની માતા હીરાબા નો સ્કેચ લઈ ઉભો હતો. તે રડી રહ્યો હતો. જ્યારે પીએમ મોદીએ તેના તરફ જોયું તો તેમણે તરત જ સુરક્ષાકર્મીઓને સ્કેચને તેમની પાસે લઈને આવો જણાવ્યું.

તેના પછી પીએમ મોદીએ આ સ્કેચ પર ઓટોગ્રાફ આપ્યો અને તે યુવક પાસે તે સ્કેચ પહોંચાડ્યો હતો. આ હૃદયસ્પર્શી વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આવી નાની-નાની વસ્તુઓ પીએમ મોદીને બાકીના નેતાઓથી અલગ બનાવે છે. તો કેટલાકે એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રી પોતાના ચાહકોનું ધ્યાન રાખવું સારી રીતે જાણે છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *