સલમાન ખાને કર્યો હતો રણવીર સિંહ અને ફરહાન વચ્ચે સમાધાનનો પ્રયાસ? ચોંકાવનારી હકીકત સામે આવી ગઈ!

મુંબઈઃ રણવીર સિંહે ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-3’ માંથી અણધારી એક્ઝિટ લઈ લેતા આ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી રણવીર સિંહે આ ફિલ્મ છોડી છે ત્યારથી એની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. પહેલા ફેડરેશન ઓફ સિને એપ્લોય તરફથી અસહકારની નોટીસ બાદ દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ વિવાદને લઈને દરરોજ નવા નવા વાવળ સામે આવી રહ્યા છે. એવામાં ગત અઠવાડિયામાં એવી વાત સામે આવી હતી કે, સલમાન ખાન હવે રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી કરવા માટે આવ્યો છે. પણ હકીકત કંઈક ઔર છે.

હકીકત શું છે?

સલમાન ખાને ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે મધ્યસ્થી કરી હોવાની વાત સામે આવતા અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી. પણ આ મુદ્દે હકીકત જુદી છે. સલમાન ખાને આ વિવાદ વચ્ચે એન્ટ્રી કરી છે એ વાતમાં કંઈ તથ્ય નથી. ‘દબંગ’ ખાને ન તો કોઈને ફોન કર્યો છે કે ન તો આ વિવાદ સાથે એમને કંઈ લેવાદેવા છે. ‘ડોન-3’ ફિલ્મમાંથી રણવીર સિંહે અચાનક એક્ઝિટ લઈ લેતા એમના પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો.એટલે હવે જ્યાં સુધી રણવીર સિંહ ફરહાન અખ્તરને 45 કરોડ રૂપિયા નહીં આપે ત્યાં સુધી એમની સાથે કોઈ કામ નહીં કરે. આ વિવાદ વચ્ચે સલમાન ખાનનું નામ વચ્ચે આવ્યું હતું. સલમાન ખાને રણવીર સિંહ અને ફરહાન વચ્ચે મધ્યસ્થી કરી છે એવી વાત ફેલાઈ હતી. પણ હકીકત એ છે કે, આ વાત બિલકુલ ખોટી છે. આ વિવાદ સાથે ભાઈજાનને કંઈ લેવાદેવા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાને રણવીર સિંહ કે ફરહાન અખ્તર એમ બન્નેમાંથી કોઈને પણ સંપર્ક કર્યો નથી.

સમાધાનની વાત આવી.

સંપર્ક કર્યો નથી એટલે હવે સમાધાનની વાત ઊભી થતી જ નથી. આ પહેલા એવા વાવડ વહેતા થયા હતા કે, સલમાન રણવીર સિંહ અને ફરહાન બન્નેને પસંદ કરે છે એટલે આ મામલે બન્નેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ રિપોર્ટમાં એ હકીકત જાણવા મળી હતી કે, સલમાન ખાને આ બન્ને કલાકારમાંથી કોઈને પણ ફોન કર્યો હોય એ વાત સાચી નથી.આવું કંઈ થયું નથી અને સલમાન ખાને કોઈ રીતે આ મામલે દખલગીરી કરી નથી. રિપોર્ટમાંથી એ વાત પણ જાણવા મળી હતી કે, ‘ડોન-3’નું શુટિંગ જે વિલંબ થયો એ મેકર્સ તરફથી થયો નથી, જેને રણવીરને ફિલ્મ છોડવા પાછળનું કારણ ગણાવી દેવામાં આવે છે. આ મામલે હવે રણવીર સિંહ અને ફેડરેશન વચ્ચે બેઠક થયા બાદ હકીકત સામે આવી શકે છે.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *