વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોની નિઃશુલ્ક આંખોની તપાસ અને ચશ્મા વિતરણ

નડિયાદ: વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે ૮ ઓક્ટોબરના રોજ ‘સૌ માટે દૃષ્ટિ – તમારી આંખોનું રક્ષણ કરો’ના સંદેશ સાથે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોના આંખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક આંખોની તપાસ અને ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોમાં આંખોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓનું સમયસર નિદાન થઈ શકે તે હેતુથી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આરોગ્યલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સમગ્ર ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની નિઃશુલ્ક આંખોની તપાસ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દૃષ્ટિ સંબંધિત સમસ્યા ધરાવતા બાળકોને ઓળખી જરૂરી માર્ગદર્શન અને આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, આંખોની તપાસ બાદ ચશ્માની જરૂરિયાત ધરાવતા બાળકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આંખોની તંદુરસ્તી જાળવવા સાથે દૃષ્ટિની સમસ્યાઓનું વહેલી તકે નિદાન અને યોગ્ય સારવાર માટે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાળકોના આરોગ્ય અને ખાસ કરીને આંખોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી આવી આરોગ્યલક્ષી કામગીરીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિશ્વ દૃષ્ટિ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ અભિયાનથી બાળકો તેમજ વાલીઓમાં આંખોની નિયમિત તપાસ અને આંખોની સંભાળ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • Related Posts

    પ્રી-પીટીસી પ્રવેશ નિયમોમાં રાજ્ય સરકારનો મહત્વનો સુધારો

    વયમર્યાદા ૨૪થી વધારી ૩૦ વર્ષ કરાઈ, વર્ગદીઠ બેઠકો ૫૦થી વધારી ૬૨ કરવામાં આવી ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર…

    નડિયાદમાં વિકસિત ભારત સંકલ્પ સભામાં ચોરવાડના ટીપણી નૃત્યની મનમોહક પ્રસ્તુતિ

    નડિયાદ: ગુજરાતની પરંપરાગત લોકકળા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં ચોરવાડના સુશ્રી દુધીબેન રમણભાઈ પરમારનું યોગદાન અનોખું છે. માત્ર 12 વર્ષની ઉંમરથી ટીપણી નૃત્ય સાથે જોડાયેલા દુધીબેન આજે 78 વર્ષની ઉંમરે પણ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *