રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગ ઝડપાઇ

રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂપિયા 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરીને મોટા શહેરોમાં વેચાણ કરતા હતા. શેડયૂલ-1 માં આવતું પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં સોદો કરે તે પહેલા ગેંગ પકડાઈ ગઈ. રાજકોટ એસ.ઓ.જીએ ઓપરેશન પાર પાડી આખી ટોળકીને ઝડપી લીધી છે. એસ.ઓ.જી એ બીજલ ઉર્ફે વિજય સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓને વનવિભાગને સોંપવામાં આવ્યા છે. સાથે જ દુર્લભ ગણાતા પેંગોલીનને પણ વન વિભાગને સોંપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કેટલા પેંગોલીનનું વેચાણ કર્યું ? કેટલા રૂપિયામાં વેચાણ કર્યું ? આ બાબતે વનવિભાગ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એક શખ્સને પકડવા માટે વનવિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *