પંચામૃત અને ચરણામૃતમાં શું છે અંતર? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણો આ બન્નેની બનાવવાની રીત

હિંદુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે પછી કોઈ પણ ધાર્મિક વિધિ, તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. એટલું જ નહીં જન્માષ્ટમી પર કાન્હાને પંચામૃત અને પંજીરીનો ભોગ પણ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે પંચામૃત અને ચરણામૃતમાં શું ફરક છે, જો નહીં, તો અહીં તેનો જવાબ અને કેવી રીતે બનાવવો તે જાણો.

પંચામૃત એટલે શું?

તેના નામ પ્રમાણે પંચામૃત એટલે એવી વસ્તુ જેને બનાવવામાં પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. આ ભોગ બનાવવા માટે દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘી ની જરૂર પડે છે. તેનો ઉપયોગ જન્માષ્ટમી પર બાલ ગોપાલના અભિષેકમાં થાય છે.

પંચામૃત કેવી રીતે બનાવશો?

પંચામૃત બનાવવા માટે સૌ પ્રથમ દૂધ, દહીં, ઘી, મધ, ખાંડની જરૂર પડે છે. સૌ પ્રથમ ગાયના તાજા દૂધમાં ખાંડ ઉમેરો. ત્યારબાદ મધ, દહીં અને ઘી નાખો. બધી વસ્તુઓની સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તુલસીના પાન ઉમેરો. તમારું પંચામૃત તૈયાર છે.

ચરણામૃત શું છે.

તેના નામ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ચરણામૃત એટલે ભગવાનના ચરણોનું અમૃત. શાસ્ત્રોમાં તેને ગ્રહણ કરવાને લઇને ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે.

ચરણામૃત બનાવવાની રીત

તેને બનાવવા માટે તમારે તાંબાના વાસણની જરૂર પડશે. તાંબાના વાસણમાં પાણી રાખવાથી તેને તાંબાના ઔષધીય ગુણો મળે છે. આ પછી તમે તેમાં તુલસીના પાન ઉમેરો. તેને મંદિરમાં રાખી દો. તમે તેમાં ગંગાજળ પણ ઉમેરી શકો છો. તમારું ચરણામૃત તૈયાર છે.

  • Related Posts

    રક્ષાબંધન પછી રાખડી ક્યારે ઉતારવી જોઈએ? જાણો શું કહે છે હિન્દુ શાસ્ત્રો અને પરંપરાઓ

    રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક છે. શ્રાવણ સુદ પૂનમના દિવસે બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી તેની લાંબી આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરે છે. જોકે,…

    સૂર્યાસ્ત પછી ભૂલથી પણ આ કામ ન કરો, નહીં તો લક્ષ્મી માતા થશે ગુસ્સે, કંગાળી આવશે

    હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં સુખી જીવન અને સમૃદ્ધિ માટે ચોક્કસ નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી સુખી જીવન મળી શકે છે. ઘરમાં વસ્તુઓની યોગ્ય ગોઠવણી, વૃક્ષો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *