દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ ઈન્ડિયા-આફ્રિકા સમિટને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિટમાં 10 થી વધુ દેશોના વડાઓ ભાગ લેવાના હતા, પરંતુ અચાનક પરિસ્થિતિઓને કારણે કાર્યક્રમ રદ કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ સમિટ ભારત અને આફ્રિકી દેશો વચ્ચેના આર્થિક અને રાજનૈતિક સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. સરકારી સ્તરે હવે નવી તારીખ અંગે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં સમિટ ફરી યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે અને ઘણા દેશોના પ્રતિનિધિઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.





