ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જરૂરી

કડકડતી ઠંડી અને શીત લહેરમાં પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધ રહે. શિયાળાની ઋતુમાં ઓછું પાણી આપના હૃદયને ભારે પડી શકે છે વધારે ઠંડીથી ધમનીઓ સંકોચાઈ જાય છે. આથી બ્લડ પ્રેસર અને હાર્ટએટેકનો ખતરો વધી જાય છે.દિલ્હી એઈમ્સના કાર્ડીયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.સંજીવ નારંગે જણાવ્યું હતું કે આ દિવસોમાં ઓપીડીમાં એવા દર્દીઓ પહોંચી રહ્યા છે જેમનું બ્લડ પ્રેસર અગાઉ નિયંત્રિત હતું પરંતુ હવે વધેલુ રહે છે. બ્લડ પ્રેસર વધવાથી અનેક લોકોને પગમાં સોજા આવી જાય છે.

શિયાળામાં ધમનીઓના સંકોચાવાથી બ્લડ પ્રેસર વધી જાય છે. પાણી ઓછું પીવાથી લોહી ઘાટુ થવા લાગે છે. આથી બ્લડપ્રેસર કે કલોટ વધવાનો ખતરો હોય છે અને તેનાથી હાર્ટ એટેક આવે છે. ડોકટરોએ ચેતવણી આપી છે. ઠંડીને હળવાશથી ન લો.લાપરવાહીથી બ્લડ પ્રેસર, હાર્ટએટેકની સાથે જ શ્વાસની બીમારી અને ન્યુમોનિયા સંક્રમણના કેસ વધી જાય છે. ડો. સંજીવ સિંહાએ જણાવ્યું હતું કે શ્વાસથી ઠંડી હવા શરીરમાં જવાથી શ્વાસની નળી સંકોચાય છે. આ કારણે દર્દીઓ વધી જાય છે.ન્યુમોનિયા સંક્રમણના કેસ વધી જાય છે. ડોકટરોએ કહ્યું હતું કે આ ઋતુમાં બ્લડપ્રેસરની સપ્તાહમાં બે વાર બ્લડ પ્રેસર મપાવવું જોઈએ. ઘરમાં તેનું મશીન રાખવું જોઈએ. તો ડાયાબિટીસના દર્દીએ વધુ ઠંડી હોય તો સવાર સાંજ ન ફરવું જોઈએ.

જૂની બીમારીથી પીડિત બુઝુર્ગોએ ન્યુમોનિયાની રસી લઈ લેવી જોઈએ. બાળકોને 3-4 કપડા પહેરાવવા જોઈએ નવજાત બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માથુ-કાન- ઢાંકીને રાખવા જોઈએ. ખાનપાનનું ધ્યાન રાખવું જોઈએ.

  • Related Posts

    સારો મૂડ અને સંતુલિત ભોજન: વજન ઘટાડવાનો સરળ રસ્તો

    નવી દિલ્હી : હસી-ખુશી અને સ્મિત સાથે ભોજન કરવાથી માત્ર આનંદ જ નથી મળતો, પરંતુ તે તમારા વજનને પણ નિયંત્રિત રાખે છે. મિશિગન યુનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભોજન…

    ઓછી મલાઈમાંથી પણ વધારે ઘી કાઢવું હોય તો આ સરળ અને કામની રીત અજમાવો

    બજારમાં ઉપલબ્ધ ભેળસેળયુક્ત ઘી ખરીદવા કરતાં ઘરે જાતે ઘી બનાવવું વધુ સારું છે. ભેળસેળયુક્ત ઘીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે. તમારી માહિતી માટે મલાઈમાંથી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *