આવતીકાલથી અનેક ફેરફારો:ખિસ્સાને કરી શકે છે અસર:સિમ,યુપીઆઈ, બેન્ક ખાતાને લઈ થશે બદલાવ

આવતીકાલે 1લી માર્ચથી એલપીજી સિલિન્ડર, પીએનજી, સીએનજી, રેલ્વે ટિકીટ, સિમ બાઈન્ડીંગ, યુપીઆઈ પેમેન્ટમાં બદલાવ થઈ શકે છે.

એલપીજી ગેસ સિલિન્ડરઃ

હાલ રસોઈગેસમાં ભાવો સ્થિર છે. ગત મહિને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 49 રૂપિયાનો વધારો થયો હતો, માર્ચમાં પણ બદલાવની સંભાવના છે.

રેલવે ટિકીટઃ

જનરલમાં પ્લેટફોર્મ ટિકીટ બુક કરવાના નિયમોમાં ફેરફારની સંભાવના છે. ભારતીય રેલવે દ્વારા ટિકીટ બુકીંગ માટે નવી રેલ વન એપ લોન્ચ કરવામાં આવી શકે છે. આ નવી એપ પર યાત્રીઓને જનરલ ટિકીટ, પ્લેટફોર્મ ટિકીટ અને લોકલ યાત્રા સાથે સંકળાયેલી બધી વસ્તુઓ સરળતાથી મળી જશે.

સિમ બાઈન્ડીંગનો નિયમઃ

ડિજીટલ ફ્રોડ રોકવા માટે સરકાર 1 માર્ચથી સિમ બાઈડીંગનો નિયમ લાવી રહી છે. આ નિયમ અંતર્ગત વોટસએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા એપ યુપીઆઈની જેમ આપના સિમ સાથે લિંક રહેશે. ફોનમાંથી એપ્સ નીકળતા જ આ એપ્સ કામ કરવાનું બંધ કરી દેશે.

યુપીઆઈ પેમેન્ટઃ

નવા નિયમો મુજબ મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર હવે માત્ર યુપીઆઈ પીનથી નહી થાય બલ્કે બેન્ક હાઈ વેલ્યુ ટ્રાન્જેકશન માટે વધારાનું બાયોમેટ્રીકસ કે મલ્ટી ફેકટર ઓથેન્ટીકેશન ફરજીયાત થશે.

બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નિયમઃ

નવા નિયમ આવવાથી બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ઓછી થવાથી એવરેજ મંથલી બેલેન્સના આધારે પેનલ્ટી લગાવવામાં આવશે. આ પહેલા કોઈ એક દિવસે બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ઓછી હોવા પર પેનલ્ટી લાગી જાય છે.

સીએનજી, પીએનજી અને એટીએફના રેટઃ

પેટ્રોલિયમ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ દ્વારા દર મહિને ટર્બાઈન ફયુલ (એટીએફ) સાથે સીએનજી અને પીએનજીના ભાવોમાં ફેરફાર કરવામાં આવે છે, સંભાવના છે કે 1 માર્ચ 2026ના તેની કિંમતોમાં ફેરફાર જોવા મળે.

  • Related Posts

    વાસદમાં બાળકીની હત્યા: આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કરતા પોલીસે ચલાવી ગોળી, સારવાર દરમિયાન મોત

    આણંદ: વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના જઘન્ય કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારની પોલીસ સાથે થયેલી અથડામણ બાદ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વાસદમાં બનેલી બાળકીના…

    અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો, મહિલા પાસેથી ₹34 લાખનું સોનું જપ્ત

    અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *