અમદાવાદ વિમાની દુર્ઘટનાઃ એક પાયલોટે જ ફયુલ સ્વીચ બંધ કરી હતી!

ગત વર્ષે અમદાવાદમાં સર્જાયેલા એરઈન્ડિયાની ગમખ્વાર વિમાની દુર્ઘટના જેમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરી અને કુલ 260 લોકોના જીવન ગયા હતા તેમાં હજુ ભારતમાં એવીએશન એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન ઓથારિટીની તપાસ ચાલુ છે.પ્રાથમીક રિપોર્ટમાં પણ કંઈ નકકર કારણ અપાયુ નથી તે સમયે ઈટલીના એક મીડીયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વિમાની દુર્ઘટના પાયલોટ એ ઈરાદાપૂર્વક વિમાનની ફયુલ સ્વીચ બંધ કરી હતી તેના કારણે સર્જાયો છે.

આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારતીય તપાસનો અંતિમ રિપોર્ટ તૈયાર છે અને તેમાં વિમાની દુર્ઘટના માટે પાયલોટને જ જવાબદાર ગણાવાયો છે. ઈટાલિયન ન્યુઝ પેપર `કોરિઅરે ડેલા સરા’ એ પોતાના અહેવાલમાં પશ્ચિમી એવીએશન એજન્સીઓના સૂત્રોના હવાલે આ દાવો કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે કોકપીટનું જે વોઈસ રેકોર્ડીંગ છે તે જ આ વાતની સાક્ષી પુરે છે જેમાં વિમાનમાં એક પાયલોટે ફયુલ સ્વીચ બંધ કરી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રારંભમાં જ તપાસમાં બંને પાયલોટ વચ્ચેની વાતચીતમાં કોણે ફયુલ સ્વીચ બંધ કરી તે અંગે ચર્ચા હતી. પરંતુ તપાસ એજન્સીઓએ તે અંગે કોઈ કહેવું વહેલું ગણાવ્યું હતું. વિમાનના બે પાયલોટમાં કમાન્ડર સુમીત સભરવાલને શંકાના દાયરામાં મુકવામાં આવ્યા છે.

ભારત પાયલોટ એસોસીએશન સભરવાલના પરિવાર એ અગાઉ જ આ દાવો નકારી કાઢયો છે અને સભરવાલના પિતા છેત સુપ્રીમકોર્ટમાં પહોંચ્યા હતા જયાં તેઓએ આ પ્રકારના અહેવાલ સામે દાદ માંગી હતી.

અમેરિકી નિષ્ણાંતોને ટાંકીને આ રિપોર્ટમાં જણાવાયું છે કે બોઈંગ 787 વિમાનમાં કદી એકી સાથે એવું થયું નથી કે બંને એન્જીનો એક સાથે બંધ થયા હોય આ કોઈ ઈરાદાપૂર્વક અથવા તો અકસ્માતની સ્થિતિમાં જ બની શકે છે.તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, વિમાનનું ડાબી બાજુનું એન્જીન (લેફટ) પહેલા બંધ થયું હતું પછી જમણી બાજુનું એન્જીન (રાઈટ) બંધ થયું જયારે ડાબીબાજુની સીટ પર કેપ્ટન સભરવાલ બેઠા હતા અને જમણી બાજુ કેપ્ટન કલાઈવ કુંદરા બેઠા હતા.

જેમાં વોઈસ રેકોર્ડરમાં એક પાયલોટ પૂછે છે કે તમે એન્જીન શા માટે બંધ કર્યુ તો બીજો પાયલોટ જવાબ આપે છે કે મે કર્યુ ન હતું. હવે વોઈસ ટેસ્ટીંગના આધારે જવાબદારી નકકી થશે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *