સ્મૃતિ ઈરાનીએ `ધુરંધર’માં અક્ષય ખન્નાના અભિનયના વખાણ કર્યા : ફેન બનીને કર્હ્યું, ઓસ્કાર આપો !!

આદિત્ય ધરની ફિલ્મ `ધુરંધર’ની રિલીઝને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. ચાહકોની સાથે સેલિબ્રિટીઝ પણ આ બ્લોકબસ્ટર સ્પાય એક્શન થ્રિલરના વખાણ કરી રહી છે. લોકો રણવીર સિંહ, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર માધવન, સંજય દત્ત, રાકેશ બેદી અને સારા અર્જુનનો ચાહકો બની ગયા છે.ગયા અઠવાડિયે `ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સ્ટાર અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ ફિલ્મની સમીક્ષા કરતી વખતે કહ્યું હતું કે, ‘એક વાર્તાકાર તરીકે, આદિત્ય ધર એક મહાન કારીગર છે,

સંશોધનની દ્રષ્ટિએ પણ અદ્ભુત છે. મૃત પુત્રનો ચહેરો હટાવતી વખતે અક્ષય ખન્નાનો ધ્રૂજતો ચહેરો એની અભિનયને પાઠ ભણાવી દે છે અને રણવીર સિંઘની ઊંડી આંખો જે કહ્યા વગર બધું જ કહી દે છે એ જોવું એ અનિવાર્ય છે કે જેઓ પોતાનો વારસો સતત આગળ ધપાવવા માગે છે.

અક્ષય ખન્નાની અદભૂત સિદ્ધિ

ફિલ્મ `ધુરંધર’માં અક્ષય ખન્નાની ડાન્સ ક્લિપ વાયરલ થઈ ત્યારથી જ નેટીઝન્સ તેની 2010ની ફિલ્મ `તીસ માર ખાન’ (2010) ફરીથી જોઈ રહ્યા છે. એ ફિલ્મમાં કોનમેન બનેલા અક્ષય કુમાર પોતાને ડાયરેક્ટર કહે છે અને અભિનેતાના રોલમાં અક્ષય ખન્નાને ઓસ્કાર જીતવાના સપના બતાવે છે અને વારંવાર એને `સુપરસ્ટાર’ કહે છે.સ્મૃતિ ઈરાનીએ આ દ્રશ્યની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું હતું કે, `જ્યારે અક્ષય ખન્ના તમામ અપેક્ષાઓ વટાવી ગયાં છે અને હું પણ કહેવા માંગું છું કે તેને ઓસ્કાર આપો.

`ધુરંધર 2′ 19 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થશે.

રહમાન ડકકેતના રોલમાં અક્ષય ખન્નાને જોયા બાદ ચાહકોને પણ આવી જ લાગણી થઇ રહી છે. સ્મૃતિ સિવાય સામંથા રૂથ પ્રભુએ પણ 15 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર `ધુરંધર’ના વખાણ કર્યા હતા. મોટા પડદાનો અનુભવ અને રોમાંચ અદ્ભુત છે. જોવા માટે ખરેખર અદભૂત છે.આદિત્ય ધરને ખૂબ ખૂબ અભિનંદન. અક્ષય ખન્નાનો જબરદસ્ત અભિનય. અર્જુને ગૂઝબમ્પ કર્યા. આર માધવન હંમેશા આશ્ચર્યચકિત કરે છે. હવે ફિલ્મ પ્રેમીઓ 19 માર્ચ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ `ધુરંધર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

  • Related Posts

    જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક

    પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેના અભિનય અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. અભિનેતાના ફિટનેસ રૂટિનના ફોટા પણ સોશિયલ મીડિયા પર…

    તમન્નાએ 6 મિનિટ ડાન્સ માટે રૂ।.6 કરોડ ફી લીધી ?

    સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ ઉભી કરનારી તમન્ના ભાટિયા આજકાલ ફિલ્મો કરતાં પોતાનાં ડાન્સને લઈને વધુ ચર્ચામાં છે. ’કવાલા’ અને ’આજ કી રાત’ જેવા ગીતોએ તેને ’આઇટમ સોંગ ક્વીન’ બનાવી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *