સોનલબેન ખાખરાવાળાની સાંતેજ GIDC સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ

કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આગના પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે. હાલના તબક્કે કોઈ જાનહાનિ ન હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. તેમ છતાં નાઇટ શિફ્ટમાં કોણ કોણ નોકરીએ હતું સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરી બંધ હતી અને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *