સલમાનની ઉંમર જોઇને હવે કોઇ રોલ આપવા પડકારજનક બની શકે !

સૂરજ બડજાત્યા લાંબા સમયથી સલમાન ખાન સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ મૈંને પ્યાર કિયા હોય કે હમ આપકે હૈં કૌન હોય, સલમાન અને બરજાત્યાની જોડી સુપરહિટ રહી છે. તેમની જોડી સુપર હિટ તો રહી જ, પરંતુ તેમની ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.સાથે જ લાંબા સમયથી ચર્ચા પણ થઇ રહી હતી કે સૂરજ બડજાત્યા ફરી સલમાન ખાન સાથે કામ કરવાના છે. જાણીતા દિગ્દર્શક સૂરજ બરજાત્યાનું કહેવું છે કે તે બોલીવૂડના ભાઇજાન સાથે એક એક્શન ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં હતાં, પરંતુ પછી તેણે આ વિચારને અભેરાઈએ ચડાવી દીધો હતો. તેણે આવું કેમ કર્યું, તેણે એક ઇન્ટરવ્યૂમાં કારણ પણ આપ્યું છે.

દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, “કેટલાક એવાં વિષયો છે જેને તમે આગળ વધારી શકતાં નથી, તમે ક્લાઇમેક્સ કરી શકતાં નથી અથવા તમે પાત્રો બનાવી શકતાં નથી. એટલે જ્યાં સુધી આ બધી બાબતો નક્કી ન થાય ત્યાં સુધી ફિલ્મ બનાવવી યોગ્ય નથી.અત્યાર સુધીમાં મેં માંડ સાત ફિલ્મો બનાવી છે, પરંતુ મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને સંપૂર્ણ ખાતરી નહીં થાય ત્યાં સુધી હું આ ફિલ્મ નહીં બનાવું. મને ખુશી છે કે આ મામલે સલમાન ભાઈએ મને સાથ આપ્યો. આજે, તેમનાં યુગને જોતાં, તેમનાં માટે કંઈક સુસંગત અને નવું બનાવવું એ વધુ પડકારજનક છે.

સલમાન ખાને પોતાનાં 30 વર્ષથી વધુના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે, પરંતુ સિકંદર, રાધે જેવી છેલ્લી કેટલીક ફિલ્મો વધારે કમાલ દેખાડી શકી નથી. આમ છતાં બડજાત્યાને સલમાનની કારકિર્દી પર ભરોસો છે અને તે મોટા સ્ટેજ પર પોતાની વાપસી અંગે વિશ્વાસ ધરાવે છે.તેમણે કહ્યું કે “દરેકનાં જીવનમાં એક સમય એવો આવે છે. ફરક માત્ર એટલો જ છે કે એ સેલિબ્રિટી છે એટલે એને વધુ અટેન્શન મળે છે. પરંતુ દરેક વ્યક્તિએ ભૂલો કરવા અને તેમાંથી શીખવા માટે સ્વતંત્ર હોવું જોઈએ. એ જ તો જીવન છે. ‘

બડજાત્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણે એકબીજાને વિકાસ કરવાની તક આપવી જોઈએ. તે એક સારો વ્યક્તિ છે, ખૂબ જ મજબૂત છે અને તે ખૂબ મોટા મંચ પર પાછો આવશે. સૂરજ બડજાત્યા ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાધ સાથે એક પારિવારિક ફિલ્મ પર કામ શરૂ કરશે.

  • Related Posts

    જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક

    પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેના અભિનય અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. અભિનેતાના ફિટનેસ રૂટિનના ફોટા પણ સોશિયલ મીડિયા પર…

    તમન્નાએ 6 મિનિટ ડાન્સ માટે રૂ।.6 કરોડ ફી લીધી ?

    સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ ઉભી કરનારી તમન્ના ભાટિયા આજકાલ ફિલ્મો કરતાં પોતાનાં ડાન્સને લઈને વધુ ચર્ચામાં છે. ’કવાલા’ અને ’આજ કી રાત’ જેવા ગીતોએ તેને ’આઇટમ સોંગ ક્વીન’ બનાવી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *