રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલની શરમજનક કરતૂત, મહિલા દર્દીઓના પ્રાઈવેટ વીડિયો લીક કર્યા

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે, આ દરેક વીડિયો રાજકોટની એક હોસ્પિટલના હોવાની શક્યતા છે. જેના કારણે શહેરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ તુરંત હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થયા બાદ મામલો સામે આવ્યો હતો.વીડિયો સામે આવ્યા બાદ ગુજરાતની છબીને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતની બહેન-દીકરીઓના મેડિકલ ચેકઅપના વીડિયો વેચાતા હોવાનું સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલનો આ બનાવ છે. જ્યાં સંચાલકો દ્વારા કબૂલ કરવામાં આવ્યું કે વીડિયો તેમની જ હોસ્પિટલના છે.આ વીડિયો રાજકોટની એક ગાયનેક હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો આ વીડિયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે હોસ્પિટલના તબીબ દ્વારા કેમેરા હેક થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે મામલો વધુ ગંભીર બનતો જાય છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *