પાકિસ્તાનને ઉખાડી ફેંકો, અમે ભારતની સાથે : બલોચ નેતા

પાકિસ્તાનના બલુચીસ્તાનમાં જે રીતે અલગતાવાદ આગળ વધી રહ્યો છે અને પાકિસ્તાન સૈન્ય અને પોલીસ સામે પણ બલુચ બળવાખોરો હુમલા કરી રહ્યા છે તે વચ્ચે આ પ્રદેશના નિર્વાસીત બલુચ નેતા મીર યાર બલોચે વિદેશમંત્રી એસ.જયશંકરને એક પત્ર લખીને બલુચીસ્તાનને આઝાદ કરાવવામાં ભારતની મદદ માંગી હતી.

તેઓએ પોતાના ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત અને બલુચીસ્તાન વચ્ચે ઐતિહાસિક સંબંધો છે અને બલુચીસ્તાનના છ કરોડ લોકો ભારતના 140 કરોડ લોકો સામે આશાભરી નજરે જોવે છે. પોતાના પત્રમાં તેઓએ પાકિસ્તાનને જળથી ઉખાડી ફેંકવાની માંગણી કરી છે અને કહ્યું છે કે અમે બલુચીસ્તાનના લોકો પુરી રીતે ભારતની સાથે છીએ.

તેઓએ એ પણ જણાવ્યું કે, હિંગળાજ માતા મંદિર જેવા પવિત્ર સ્થળ પણ આપણી સંયુક્ત વિરાસતના પ્રતિક છે. તેઓએ ઓપરેશન સિંદુરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે બલુચીસ્તાન છેલ્લા 69 વર્ષથી પાકિસ્તાનના અત્યાચારનો શિકાર બની રહ્યું છે અને ભારતનો સાથ મળે તો તે પોતાની સ્વતંત્રતાની લડાઈ ચાલુ રહેશે. તેઓએ કહ્યું કે જો તેમ નહી થાય તો ચીન પોતાનું સૈન્ય અહી તૈનાત કરશે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *