પંજાબનાં પૂર અસરગ્રસ્તોની વહારે અક્ષયકુમાર : 5 કરોડનું દાન જાહેર કર્યું.

પંજાબમાં હાલ સતત ભારે વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે.ત્યારે પૂર અસરગ્રસ્તોની વહારે બોલીવુડ એકટર અક્ષયકુમાર આવ્યો છે.પૂરના અસરગ્રસ્તો માટે અક્ષયકુમારે 5 કરોડ રૂપિયાની રાહત અસરગ્રસ્તોના પુનરૂત્થાન માટે જાહેર કરી છે.અક્ષયકુમારે સમાચારોને પુષ્ટિ આપતા કહ્યું હતું કે હા,પંજાબમાં પૂરનો ભોગ બનેલા લોકો માટે રાહત સામગ્રી ખરીદવા માટે પાંચ કરોડ રૂપિયા આપ્યા છે.પણ હું કોઈને દાન શા માટે કરૂ? કુદરતે મને કોઈની મદદ કરવાની તક આપી છે. મારા માટે આ એક સેવા કાર્ય છે. હું મારૂ નાનકડુ યોગદાન આપું છું.

હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે પંજાબના મારા ભાઈ અને બહેનો માટે જે કુદરતી આફત આવી છે. તેમાથી તરત મુકત થાય. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અક્ષયકુમારે આપતિઓ વખતે માનવતા દાખવી છે. ચેન્નાઈમા પુર કે કોરોના મહામારી વખતે પણ તેણે અસરગ્રસ્તોને મદદ કરી હતી.

  • Related Posts

    ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

    જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

    ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક જોઈ ચાહકો ચોંક્યા, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હાલમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *